BREAKING NEWS

ઈરાન-અમેરિકા યુદ્ધ: અમેરિકાનું રેસ્ક્યુ ઓપરેશન નિષ્ફળ ગયાનો ઈરાનનો દાવો; 2 સૈન્ય વિમાન અને 2 હેલિકોપ્ટર તોડી પાડ્યા, ટ્રમ્પના પાયલોટને બચાવવાના દાવાને ગણાવ્યો જૂઠ

  • April 05, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ઈરાનમાં ગુમ થયેલા અમેરિકી ક્રૂ મેમ્બરને સુરક્ષિત બચાવી લેવાયો છે અને આ ઓપરેશન અમેરિકી ઈતિહાસનું સૌથી સાહસિક રેસ્ક્યુ ઓપરેશન હતું. જોકે, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી 'પ્રેસ ટીવી' અને સૈન્ય પ્રવક્તાએ આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ઈરાનનું કહેવું છે કે તેમણે અમેરિકાના આ આખા ઓપરેશનને નિષ્ફળ બનાવી દીધું છે.


અમેરિકી વિમાનોનો કચ્ચરઘાણ
ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઈરાની દળોની ત્વરિત પ્રતિક્રિયાને કારણે દુશ્મનના પાયલોટને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે આ અથડામણ દરમિયાન તેમણે અમેરિકાના નીચે મુજબના સંસાધનોનો નાશ કર્યો છે:


2 સી-130 (C-130): અમેરિકાના બે મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ.


2 બ્લેક હૉક (Black Hawk): અમેરિકાના બે અત્યાધુનિક હેલિકોપ્ટર.


ઈરાની મીડિયા મુજબ અમેરિકાએ ઈસ્ફહાનના દક્ષિણમાં એક નિર્જન એરફિલ્ડ પરથી પાયલોટને ઉપાડીને ઝડપથી પાછા ફરવાની યોજના બનાવી હતી, પરંતુ ઈરાની ક્રાંતિકારી ગાર્ડ્સ (IRGC), ગ્રાઉન્ડ ફોર્સ અને પોલીસ કમાન્ડના સંયુક્ત ઓપરેશનમાં આ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.


ઈરાને આ ઘટનાને અમેરિકી સેનાની નબળાઈ ગણાવી છે. પ્રેસ ટીવીએ લખ્યું છે કે, આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે અમેરિકી સેના ઈરાની સશસ્ત્ર દળોની ઈચ્છાશક્તિ સામે નબળી અને 'દિવાળીયા' છે. ઈરાની પોલીસ કમાન્ડ (ફરાઝા) એ દાવો કર્યો છે કે તેમના સ્પેશિયલ ફોર્સની ભારે ગોળીબારમાં અમેરિકી સપોર્ટ એરક્રાફ્ટનો નાશ થયો હતો.


ટ્રમ્પનો દાવો અને રહસ્યમય વિરોધાભાસ
એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પાયલોટ સુરક્ષિત હોવાની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને તોડી પાડવામાં આવેલા વિમાનોના કથિત વીડિયો અને ફોટા જાહેર કર્યા છે. કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ તેમના બે ટ્રાન્સપોર્ટ પ્લેન પોતે જ ઉડાવી દીધા હતા જેથી તે ઈરાનના હાથમાં ન આવે. જોકે, ઈરાન તેને પોતાની સૈન્ય સફળતા ગણાવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News