કટ્ટરપંથી ઈસ્લામ દેશ ઈરાન ઝડપથી પરમાણુ હથિયાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ઈરાને તેના સમૃદ્ધ યુરેનિયમના ભંડારને પરમાણુ હથિયાર બનાવવા માટે જરી સ્તરની નજીક વધારી દીધો છે. સોમવારે જારી કરવામાં આવેલા સંયુકત રાષ્ટ્ર્ર પરમાણુ દેખરેખ સંગઠનના ગોપનીય રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે યારે ઈરાન દેશના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ માંગી રહ્યું છે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને ધીમું કરવાના બદલામાં આર્થિક પ્રતિબંધો હટાવવા માંગે છે. આ સાથે મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ સાથે પણ તેનો તણાવ વધ્યો છે. ઈરાન પાસે હવે ૬૦ ટકા શુદ્ધતાનું ૧૪૨.૧ કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ છે, જે ફેબ્રુઆરીમાં અગાઉના અહેવાલથી ૨૦.૬ કિલોગ્રામનો વધારો દર્શાવે છે, એક અહેવાલ અનુસાર ૬૦ ટકા શુદ્ધતાનું સમૃદ્ધ યુરેનિયમ ૯૦ ટકાના શક્ર–ગ્રેડ સ્તરથી માત્ર એક પગલું દૂર છે. ઈરાન પાસે સંવર્ધિત યુરેનિયમનો કુલ ભંડાર ૬૨૦૧.૩ કિગ્રા છે, જે ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના છેલ્લા અહેવાલથી ૬૭૫.૮ કિગ્રાનો વધારો દર્શાવે છે
રાયસીના મૃત્યુની કોઈ અસર નથી
ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, અન્ય તમામ મુખ્ય બાબતોની જેમ, સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના નિર્દેશન હેઠળ છે. મતલબ કે ગયા અઠવાડિયે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્ર્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રીના મૃત્યુ પછી પણ તેની કોઈ અસર નહીં થાય. ઇઝરાયલ–હમાસ યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીનો રિપોર્ટ આવ્યો છે. ઈઝરાયેલ અને ઈરાને ગયા મહિને પહેલીવાર એકબીજાના પ્રદેશ પર સીધા હત્પમલા કર્યા છે
ઈરાન પરમાણુ હથિયાર બનાવી શકે
આ શક્રોના ઉત્પાદનના સ્તરની નજીક છે જે ઈરાનને બહત્પવિધ પરમાણુ બોમ્બ બનાવવાની મંજૂરી આપશે. ઈરાનના પરમાણુ કાર્યક્રમે ૨૦૧૮ પછી વેગ પકડો હતો યારે તત્કાલીન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાન સાથેના પરમાણુ કરારમાંથી એકપક્ષીય રીતે યુએસને પાછું ખેંચ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech