પીએમ મોદીના શપથ ગ્રહણ માટે પાડોશી દેશના નેતાઓને આમંત્રણ

  • June 06, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત પીએમ નરેન્દ્ર મોદીના ૮ જૂને યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં કેટલાક પડોશી દેશોને આમંત્રિત કરશે. આ બાબતથી પરિચિત સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, આ દેશોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ અને મોરેશિયસનો સમાવેશ થાય છે.હાલમાં વડા પ્રધાન શ્રીલંકાના રાષ્ટ્ર્રપતિ રાનિલ વિક્રમસિંઘેને તેમના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપી ચૂકયા છે. તેમણે નરેન્દ્ર મોદીને ફોન કોલ દ્રારા ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ વાર્તાલાપ દરમિયાન, વડા પ્રધાન મોદીએ રાષ્ટ્ર્રપતિ વિક્રમસિંઘને તેમના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું, જેને રાષ્ટ્ર્રપતિ વિક્રમસિંઘેએ સ્વીકાયુ હતું.
મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમને તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે હસીનાએ પણ તેમનું આમંત્રણ સ્વીકાયુ હતું. સૂત્રોએ એ પણ માહિતી આપી હતી કે ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. ઔપચારિક આમંત્રણ આજે મોકલવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને લોકસભા ચૂંટણીમાં ૨૯૩ બેઠકો પ્રા કર્યા બાદ મોદી સળગં ત્રીજી વાર વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. બીજેપી પોતાના દમ પર બહત્પમતી હાંસલ કરી શકી ન હતી, પાર્ટીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન ૫૪૩ માંથી ૨૯૩ સીટો મેળવવામાં સફળ રહ્યું હતું. નીચલા ગૃહમાં બહત્પમતીનો આંકડો ૨૭૨ છે.
કિંગમેકર્સ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને જનતા દળ–યુનાઇટેડ (જેડીયુ) સાથે, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતૃત્વ હેઠળની રાષ્ટ્ર્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) સરકારની રચના માટે તૈયાર છે. યારે પીએમ મોદીએ પ્રથમ વખત વડા પ્રધાન પદ સંભાળ્યું, ત્યારે સાર્ક (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન) દેશોના નેતાઓએ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. ૨૦૧૯ માં, બીઆઇએમએસટીઇસી દેશોના નેતાઓએ વડાપ્રધાન તરીકે તેમની સતત બીજી મુદત માટે મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application