શેરબજારમાં રોકાણકારોના 6 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા, સેન્સેક્સમાં 921 પોઈન્ટનો કડાકો, જાણો ક્યાં શેર સૌથી વધુ તૂટ્યા

  • January 27, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે અઠવાડિયાના પહેલા દિવસે જ શેરબજારમાં કડાકો બોલ્યો છે. મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેક્સ 921 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી પણ 299 પોઈન્ટ તૂટી 22,793
પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ 75268 પર ટ્રેડ કરી રહ્યો છે. નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો, અમેરિકાની નીતિ અંગે અનિશ્ચિતતાઓ, એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત પ્રોફિટ બુકિંગના બજેટ પહેલાં સાવચેતી સહિતના કારણોની અસર શેરબજાર પર જોવા મળી છે. 


ઝોમેટો, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સના શેરમાં મોટો કડાકો દેખાયો છે. જ્યારે વારી એનર્જીના શેર્સમાં પણ મોટો કડાકો નોંધાયો છે. રોકાણકારોને આ કડાકાની ખરાબ અસર થઈ અને તેમની મૂડીમાં લાખો કરોડોનો એક ઝાટકે ઘટાડો નોંધાયો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં ટેલિકોમ 3.49 ટકા, ટેક્નોલોજી 2.12 ટકા, રિયલ્ટી 1.11 ટકા, પાવર 2.47 ટકા તૂટ્યો છે. 


સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં રોકાણકારો આજે ધોવાયા છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 4 ટકા અર્થાત 2047 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડેક્સમાં સામેલ 924 શેર તૂટ્યા હતા. માત્ર 13 શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ પણ 1085.25 પોઈન્ટ તૂટ્યો હતો. 


રોકાણકારોએ 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
સપ્તાહના પહેલા જ સત્રમાં રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. બજારમાં સતત ઘટાડાને કારણે, બીએસઇ પર લિસ્ટેડ શેરોના માર્કેટ કેપમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૪૧૩.૩૫ લાખ કરોડ થયું છે, જે પાછલા સત્રમાં રૂ. ૪૧૯.૫૧ લાખ કરોડ હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોને 6.16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application