ખાનગી કંપનીઓ મેડિકલ સેકટરમાં સારવાર અને સવલતો પર કબજો જમાવી ચૂકી છે, હવે પ્રાઈવેટ ઈકિવટી કંપનીઓ પણ ડોકટરોને ખરીદી રહી છે. અમેરિકાના ઘણા શહેરોમાં આ કંપનીઓએ બજારનો મોટો હિસ્સો મેળવીને કિંમતોને કાબુમાં કરી છે. ડોકટરોની પ્રેકિટસમાં ખાનગી ભાગીદારી વધારવા અંગે હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખાનગી રોકાણકારો શહેરમાં ડોકટરોના ગ્રુપ ખરીદે છે, જેનાથી બજાર મજબૂત બને છે. આનો ઉપયોગ ખાનગી ઇકિવટી કંપનીઓ ભાવ વધારવા માટે કરે છે."
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ૧૦માંથી ૮ સ્પેશિયલીસ્ટ ડોકટરોના વધેલા ભાવનું કારણ આ ખાનગી ઈકિવટી કંપનીઓ છે. જેના કારણે મોટા શહેરોમાં ભાવવધારો થાય છે.બર્કલે ખાતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને વોશિંગ્ટન સેન્ટર ફોર ઇકિવટેબલ ગ્રોથના સંશોધન મુજબ, ગેસ્ટ્રોએન્ટેરોલોજીના ભાવમાં ૧૪ ટકા, નેત્ર ચિકિત્સકોમાં ૯ ટકા અને ઓન્કોલોજિસ્ટસમાં ૧૬ ટકાનો વધારો થયો છે. યાં ખાનગી ઇકિવટી–માલિકીની પ્રથાઓ બજારના મોટા શેરોને નિયંત્રિત કરે છે ત્યાં આ કિંમતોમાં વધારો થયો છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૨૦૧૨માં એવા શહેરોની સંખ્યા કે યાં ખાનગી ઈકિવટી કંપનીઓ અડધાથી વધુ બજારને કાબૂમાં કરતી હતી, ૦૨૧માં આવા શહેરોની સંખ્યા વધીને ૫૦થી વધુ થઈ ગઈ હતી.અભ્યાસના લેખકો ફેડરલ નિયમનકારોને તબીબી જૂથોમાં ખાનગી કંપનીઓના રોકાણોની અસરનો નજીકથી અભ્યાસ કરવા વિનંતી કરે છે. તેમનું કહેવું છે કે ફેડરલની પરવાનગી વિના ખાનગી ઈકિવટી એકિવઝિશન થયું છે, જેની તપાસ થવી જોઈએ.
પ્રાઈવેટ ઈકિવટી ગ્રુપ અમેરિકન ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના પ્રમુખ ડ્રુ મેલોની કહે છે કે પ્રાઈવેટ ઈકિવટી ઈન્વેસ્ટમેન્ટ દર્દીની સારી સંભાળ અને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ આપે છે. અનુભવી ટીમ, મજબૂત નેટવર્ક અને ઉચ્ચ ટેકનોલોજીના કારણે દર્દીને સારી સારવાર મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech