ગેટ વે ટુ યુચરની થીમ પર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારભં થયો છે.ગાંધીનગર–મહાત્મા મંદિર ખાતે ૪ દેશોના વડાઓ, ૩૩ પાર્ટનર કન્ટ્રી અને ૧૦૦થી વધુ વીઝિટર કન્ટ્રીના પ્રતિનિધિ, કેન્દ્રીય મંત્રી, દેશદુનિયાના નામાંકિત ઉધોગપતિ, વિશ્વની ટોપ–૧૦૦ કંપનીઓના સીઈઓની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ભવ્ય ઉદ્દઘાટન કરવામા આવયુ હતુ.જય જય ગરવી ગુજરાતના ગાન સાથે સમિટનો માહોલ બન્યો હતો.મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન સવારે ૯ વાગ્યાની આસપાસ પહોંચયા હતા અને સવારે ૯.૪૦ વાગ્યે તેઓ સ્ટેજ પર પહોંચયા ત્યારે તેમનુ તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કરવામા આવ્યુ હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વાગત પ્રવચન પછી યુએઇ ના રાષ્ટ્ર્રપતિ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન , ચેક રિપબ્લિનના વડાપ્રધાન પિટર ફીલા, મોઝામ્બિના રાષ્ટ્ર્રપતિ ફિલિપ અસિન્તો ન્યુ સિની ,તીમોર લેસ્લેના રાષ્ટ્ર્રપતિ જોસ મેન્યુઅલ રામોસ સહિતના મહાનુભાવો વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કર્યુ હતુ.આ અગાઉ દેશ વિદેશના નામાંકિત ઉધોગપતિઓ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મૂડીરોકાણ માટેની જાહેરાતો કરશે અને ભારત–ગુજરાતમાં રોકાણના લાભો અંગે માહિતગાર કર્યા હતા.હાલની ૨૦૨૪ની સમિટ ૪ વર્ષના અંતરાલ બાદ યોજાતી હોવાથી આ સમિટને વૈશ્વિક કક્ષાએ જાજરમાન બનાવવામાં કોઈ કસર છોડાઈ નથી.
સમિટના પ્રથમ દિવસે (૧) સ્માર્ટ મેન્યુફેકચરીંગ (૨) ગતિશકિત–ઈન્ફોમ્ર્ડ ડિસિઝન મેકિંગ ફોર હોલિસ્ટીકડેવલપમેન્ટ (૩) ગ્રીનફિલ્ડ સ્માર્ચસિટીફોર સ્માર્ટ બિઝનેસ (૪) ગુજરાત રોડમેપ ફોર વિકસિત ભારત ૨૦૪૭ જેવા સેમિનારો ઉપરાંત રાઉન્ડ ટેબલગિટ સિટી તથા કન્ટ્રી–સ્ટેટ સેમિનારો યોજાશે. ગેટ વે ટુ ધ યુચરની થીમ સાથે યોજાનારી આ સમિટ દરમ્યાન ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયે મૂડીરોકાણ માટેના સમજૂતિ કરાર થશે. જે અગાઉની ૯ સમિટમાં થયેલા કરાર અને રોકાણના તમામ રેકોર્ડ તોડી નાંખશે અર્થાત ગુજરાત સહિત દેશ અને અન્ય રાયોમાં પણ રોકાણ માટેનો આ મહાકુંભ સાબિત થશે.
કયા વિદેશી ઉધોગપતિ હાજર છે
(૧) સુલતાન અહેમદ બીન સુલેમાન .ડીપી વલ્ડ યુએઇ.
(૨) સંય મેહરોત્રા .માઇક્રોન ટેકનોલોજી–યુએસએ
(૩) જહોન ટટલ.ધ. ન્યુયોર્ક સ્ટોક એકસચેન્જ–યુએસએ
(૪) ટોશીહીરો. સુઝુકી મોટર કોર્પેા., જાપાન
(૫) માઇકલ સીનસિંગાપોર એકસચેન્જ
(૬) કીથ સ્વેન્ડર્સન . એપીએમ ટર્મિનલ્સ ડેનમાર્ક
(૭) યુસુફ અલી એમ.એ લુલુ ગ્રૂપ ઇન્ટરનેશનલ, યુએઇ
(૮) ટાકિયો કોનીશીએશિયન ડેવલપમેન્ટ બેન્ક–ફિલિપાઇન્સ
(૯) ઓગસ્ટે ટાનોધ વલ્ર્ડ બેન્ક, યુએસએ
(૧૦) લાલ કરસનભાઇ.ઇમર્સન ઇલેકિટ્રક, યુએસએ
(૧૧) વિવેક લાલ.જનરલ એટોમિકસ, યુએસએ
(૧૨) બર્ટ ડેન ઓડેન .હાયસેન્જ, નેધરલેન્ડ
(૧૩) વ્લાદીમીર કાઝબેકોવન્યૂ ડેવલપમેન્ટ બેન્ક શાંઘહાઇ
(૧૪) ઓમર અલ મહરીઝી .સોહર ફ્રીઝોન, ઓમાન
(૧૫) એરીક સોલ્હેમગ્રીન હાયડ્રોજન,સ્વીત્ઝર્લેન્ડ
(૧૬) નગુયેન સાન ચાઉ.પ્રોડકશન જેએસસી, વિયેટનામ
(૧૭) મોહમ્મદ ઇ. અલમહેંદી .એડી પોર્ટસ ગ્રૂપ, યુએઇ
(૧૮) માસાહીરો કવાઇ .એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઇન્સ્ટી
(૧૯) રીતુ અરોરા.એલિયાન્ઝ ઇન્વેસ્ટમેન્ટ, સિંગાપો
કયા ભારતીય ઉધોગપતિ ઉપસ્થિત છે
(૧) મુકેશ અંબાણી,ચેરમેન–એમડી, રિલાયન્સ ઇન્ડ.
(૨) ગૌતમ અદાણી,અદાણી ગ્રૂપ
(૩) બાબા કલાણી.સી.એમડી.ભારત ફોર્જ.
(૪) સંજીવ પુરી.સીએમડી.આઈટીસી.
(૫)ઉધ્ય કોટક.ફાઉન્ડર–ડિરેકટર, કોટક મહિન્દ્રા બેન્ક
(૬) કુમાર મંગલમ બિરલા.ચેરમેન, આદિત્ય બિરલા ગ્રૂપ
(૭) દિલીપ સંઘવી. એમડી એન્ડ એકિઝ. ડિરેકટર, સન ફાર્મા
(૮) હર્ષપતિ સિંઘાનિયા.વાઇસ ચેરમેન–એમડી, જે કે પેપર
(૯) લમી મિત્તલ.ચેરમેન, આર્સેલર મિત્તલ
(૧૦) વિજય શેખર શર્માફાઉન્ડર સીઇઓ પેટીએમ
(૧૧) સમીર નિગમફાઉન્ડર સીઇઓ ફોનપે
(૧૨) પંકજ પટેલ.ચેરમેન ઝાયડસ.
(૧૩) અમિત સિંગલેસીઇઓ–એમડી એશિયન પેઇન્ટસ
(૧૪) દિનેશકુમાર ખારાચેરમેન, એસબીઆઇ
(૧૫) અનિલ અગ્રવાલચેરમેન, વેદાંતા ગ્રૂપ
(૧૬) વેંકટ એન.ગ્લોબલ હેડ–સીઆરઇએસ કેપજેમિની
(૧૭) સંજય ગુા.ઈન્ડિયા હેડ ગુગલ.
(૧૮) મહેન્દ્ર નેકરહેડ એમેઝોન પે ફોર ઇમર્જીંગ માર્કેટસ
(૧૯) એન. ચંદ્રશેખરન.ચેરમેન, ટાટા સન્સ
સમિટમાં ૮ વિષયો પર ખાસ સેમિનારો યોજાશે
આ વખતના સમિટમાં રાય સરકારે ૮ ફોકસ એરિયા અલગ તારવ્યાં છે, તે મુજબ યોજાશે. જેમાં (૧) એગ્રો એન્ડ ફડ પ્રોસેસિંગ (૨) ઓટોમોબાઈલ્સ એન્ડ ઓટો કોમ્પોન્ટમેન્ટ (૩) સિરામિક (૪) કેમિકલ્સ એન્ડ પેટ્રો–કેમિકલ્સ (૫) જેમ્સ–વેલરી (૬) ફાર્માસ્યુટીકલ્સ (૭) પોર્ટમેરીટાઈમ (૮) ટેકસટાઈલ, ગાર્મેન્ટ એન્ડ એપરલનો સમાવેશ કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech