જિયો ફાઇનાન્શિયલના શેરમાં બીજા દિવસે પણ ઉંધી સર્કિટ

  • August 22, 2023 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ શેરની કિંમત: શેરબજારમાં લિસ્ટ થયા બાદ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર સતત બીજા દિવસે ૫ ટકાની નીચી સર્કિટ પર પહોંચ્યા હતા. મંગળવારે શેર ૫ ટકાના ઘટાડા સાથે . ૨૩૯.૨૦ પર ખૂલ્યો હતો. ગઈ કાલે બીએસઈ પર શેર . ૨૫૧.૭૫ પર બધં થયો હતો. તે જ સમયે, એનએસઈ પર શેર ૫ ટકાના ઘટાડા સાથે . ૨૩૬.૪૫ પર ખુલ્યો હતો. આ રીતે શેરમાં સતત બીજા દિવસે નીચલી સર્કિટ જોવા મળી હતી. એકસચેન્જ દ્રારા જીયો ફાયનાન્સિયલ સર્વિસિસ માટે ૫ ટકાની નીચી સર્કિટ નક્કી કરવામાં આવી છે.

જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ જે અગાઉ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ તરીકે જાણીતી હતી. તે ૨૧ ઓગસ્ટે જ શેરબજારમાં લિસ્ટ થઈ હતી. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ બીએસઈ પર શેર દીઠ . ૨૬૫ અને એનએસઈ પર . ૨૬૨ પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ હતી યારે તેની શોધ કિંમત . ૨૬૧.૮૫ પ્રતિ શેર હતી. લિસ્ટિંગ પછી તરત જ જીયો ફાઇનાન્શિયલ સર્વિસમાં લોઅર સર્કિટ લાગી હતી. ગઈકાલે બીએસઈ પર શેર ૫ ટકાની નીચી સર્કિટ સાથે . ૨૫૧.૭૫ પર બધં થયો હતો. તે જ સમયે, એનએસઈ પર સ્ટોક ૫ ટકા ઘટીને ૨૪૮.૯૦ પર બધં થયો હતો. લિસ્ટિંગ પછી જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧.૫૮ લાખ કરોડ પિયા હતું અને તે બજાજ ફાઈનાન્સ પછી દેશની બીજી સૌથી મોટી એનબીએફસી કંપની હતી.
​​​​​​​
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસને લિસ્ટિંગ પછી દસ દિવસ માટે ટ્રેડ–ટુ–ટ્રેડ સેગમેન્ટમાં મૂકવામાં આવી છે. આનો અર્થ એ થયો કે તેમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકાતું નથી. સ્ટોક માત્ર ડિલિવરી માટે ખરીદી શકાય છે. એવું માનવામાં આવે છે કે સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડસ કે જેમને રિલાયન્સના ડિમર્જર પછી જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર મળ્યા હતા તેમણે શેર વેચ્યા છે. એક અંદાજ મુજબ મ્યુચ્યુઅલ ફંડે ૧૪૫ મિલિયન શેર વેચ્યા છે. આ સિવાય એકસચેન્જ ટ્રેડેડ ફંડસ એ પણ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર વેચ્યા છે. બજારના નિષ્ણાતો માને છે કે શેરમાં આ વેચાણ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે. માર્કેટમાં ઘણા બ્રોકરેજ હાઉસે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરની વાજબી કિંમત ૧૮૦ થી ૧૯૦ પિયાનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ તે તેમના અંદાજથી ઉપર ટ્રેડ કરી રહ્યું છે. એટલા માટે વાજબી મૂલ્યના આગમન સુધી, સ્ટોકમાં વેચવાલી જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application