જુદા જુદા ફ્રોડના ગુનામાં મુખ્ય પાંચ સુત્રધારોને પકડી પાડી રેકેટનો પર્દાફાશ કરતી દ્વારકા સાયબર ક્રાઇમ
સાયબર સેફ દ્વારકા સુત્ર હેઠળ આંતરરાજય મેગા ઓપરેશન કરી હોટલ બુકીંગ ફ્રોડના ફેક વેબસાઇટ, ગુગલ એડસ બનાવનાર, ડમી પ્રિ એકટીવેટ કાર્ડનું વેચાણ તથા ફેક વેબ-સીમકાર્ડનો ઉપયોગ કરી છેતરપીંડી કરનાર તેમજ ન્યુડ વિડિયોકોલ, ફ્રોડના મુખ્ય પાંચ સુત્રધારોને ગુજરાત, મઘ્યપ્રદેશ, રાજયસ્થાનના મેવાત ખાતેથી પકડી પાડી સંપુર્ણ રેકેટનો પર્દાફાશ દેવભુમી દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે કર્યો છે.
તાજેતરમાં દ્વારકા જીલ્લામાં ન્યુડ વિડીયો કોલીંગ, સેકસટોશન ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના ગુનાઓ તેમજ હોટલ ઓનલાઇન બુકીંગ, ફેક વેબસાઇટ જેવા ગુનાઓ દ્વારા છેતરપીંડી કરવામાં આવી હતી આથી રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સુચનાથી દેવભુમી દ્વારકા જીલ્લા એસપી નિતેશ પાંડેય તથા એએસપી રાઘવ જૈન દ્વારા જીણવટભરી તપાસ અને આદેશ કરતા સાયબર સેફ દ્વારકા સુત્ર હેઠળ કામગીરી આગળ વધારી આ દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. સાયબર ક્રાઇમના મોટાભાગના ગુનાઓ કરવા માટે સિમકાર્ડ અનિવાર્ય છે, અન્ય લોકોના કાર્ડનો ઉપયોગ સાયબર સાતીરો કરતા હોય છે.
દેવભુમી દ્વારકા જીલ્લાના સાયબર ક્રાઇમના ગુનાઓનો અભ્યાસ કરતા આ હકીકતને સમર્થન મળતુ હતું, જેમાં કેટલાક મોબાઇલ ગુજરાતમાથી ઇસ્યુ થયેલા જે અંગેની માહિતી મેળવી તેમજ વડોદરાના અલગ અલગ વ્યકિતઓના નામે સીમકાર્ડ રજીસ્ટર થયેલ હોય, રાજસ્થાનમાં અલગ અલગ પ્રવૃતીમાં વપરાતા હોવાનું ઘ્યાને આવ્યુ હતું, ગુનાઓના મુળ સુધી પહોચી આખા નેટવર્કનો પર્દાફાશ કરીને સુત્રધારની ધરપકડ કરવા દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.વાય. બ્લોચએ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી હાથ ધરી હતી.
ગુજરાત, મઘ્યપ્રદેશ અને રાજસ્થાન ટીમો રવાના થઇ હતી, સતત મોનીટરીંગ રાખી, ટેકનીકલ એનાલીસીસ, હયુમન સોર્સના આધારે વર્કઆઉટ કરી વેચાણ કરનારા ફેક વેબસાઇટથી છેતરપીંડી આચરનારા, ન્યુડ કોલ ફ્રોડના પાંચ સુત્રધારોને પકડી પાડવમાં સફળતા મળી છે.
પકડાયેલા આરોપીઓમાં વડોદરાના ભાયલી ગ્રીન ફીલ ફોર ખાતે રહેતા સીમકાર્ડ વિક્રેતા મોનાર્ક મહેશ પટેલ, રાજસ્થાનના ઘોઘર ગામના ધનસીંઘ ગોપાલ ગુજર, ઘીસેડા ગામના રાશીદ જસમાલ મેવ, મઘ્યપ્રદેશના હુજુર તાલુકાના બિરછીયા બેલોહા ટોલાના વેબ ડેવલોપર નીરજકુમાર સુશીલ દ્વિવેદી, મઘ્યપ્રદેશના રેવા જીલ્લાના નહેરુનગરમાં રહેતા કોશેલેન્દ્રપ્રસાદ મોહનપ્રસાદ વર્માને પકડી લીધા હતા. જેમાં શોધાયેલ ગુનાઓની એમઓ મુજબ વડોદરા ખાતેની કાર્યવાહીમાં મોનાર્ક સીમકાર્ડ વિક્રેતા તરીકે કામ કરે છે, છતરી લગાડી સીમકાર્ડ વહેચે છે અને અન્યનો સંપર્ક થયેલ જેમાં ૩૫૦ રુપીયામાં સીમકાર્ડ આપવાનું જણાવ્યુ હતું ત્યારબાદ તેના આધાર, ફોટો લઇ કાર્ડ એકટીવ કરી પોતાની પાસે રાખી લઇ અન્ય સીમકાર્ડ ખરીદનારને આપી દેતો હતો. આ રીતે દિવસના ૪-૫ ડમી સીમકાર્ડ એકટીવ કરી ૩૦-૪૦ સીમકાર્ડ ભેગા કરી રાજસ્થાનના ધનસીંઘને આપતો હતો તેમજ અન્ય બે મિત્રો સાથે ભેગા મળી ડમી સીમકાર્ડનું રેકેટ ચલાવી ૬૦૦થી વધુ સીમકાર્ડ બિન જીલ્લામાં મોકલી આપેલ છે. ધનસીંઘ ડમી સીમકર્ડા ખરીદ કરી અલગ અલગ ગુનેગારોને વેચાણ કરેલની કબુલાત આપેલ છે. નફીસ સાથે મળી હોટલ ફ્રોડના ગુનામાં કામ કરતો હોવાની કબુલાત કરેલ છે.
રાશીદ મેવ અન્ય સાથે મળી ન્યુડ વિડીયો કોલ રેકોર્ડીંગ અને ફેક ફોટોના આધારે ગુનો દાખલ કરવાની ધમકીઓ આપી છેતરપીંડી કરેલ છે, આ રીતે અન્ય આરોપીઓએ અલગ અલગ હોટલ, રીસોર્ટ બુકીંગ વેબસાઇટ બનાવી હતી, પોલીસે દ્વારકા, ખંભાળીયા, આણંદ, અંબાજી, પહાડીના ગુના શોધી કાઢયા છે.
***
દ્વારકા એસપીની જાહેર જનતા જોગ અપીલ
દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની જનતા જોગ અપીલ છે કે, આપ જયારે સિમકાર્ડ ખરીદો ત્યારે આ બાબતનું ખાસ ઘ્યાન રાખો કે સિમકાર્ડ વિક્રેતા આપને કોઇ બહાના કરી એકથી વધારે વખતે ફિંગરપ્રિન્ટ આપવાનું કહે અથવા આપના ફોટો/આધારકાર્ડને એકથી વધારે વખતે ઓનલાઇન અપલોડ કરવાનું કહે અથવા ફરી વખત રિપ્રોસેસ માટે બોલાવે તો ખાસ ઘ્યાન રાખવું. કોઇપણ અજાણી વ્યકિત સાથે સોશ્યલ મિડીયાના પ્લટફોર્મ/ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર મિત્રતા કરતા પહેલા સજાગ રહો, કોઇપણ અજાણી વ્યકિતના વિડીયો કોલ ઉપાડવા નહીં, કોઇપણ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ/ઓનલાઇન પર આવતી જાહેરાતોની ખરાઇ કર્યા વગર કોઇ પણ જાતના નાણાકીય વ્યવહારો કરવા નહીં, અગર તમામ લોકો સિમકાર્ડ વિક્રેતા પાસેથી સિમકાર્ડ લેતી વખતે સજાગ રહે તો આ પ્રકારના ઠગ ગેરકાયદેસર રીતે લોકોના નામના સિમકાર્ડ મેળવી ન શકે તમારી સજાગતા સાયબર ક્રાઇમની ગુનાહીત પ્રવૃતીઓને અંકુશમાં લાવવામાં મદદરુપ નિવડશે આપને જો કોઇ વસ્તુ શંકાસ્પદ લાગે તો તુરંત દેવભુમી દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech