જામનગર ખાતે નયારા એનર્જીના સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાતી ઉજવણી

  • April 06, 2024 10:24 AM 

જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ ખાસ ઉપસ્થિત રહ્યાઃ વિવિધ માહિતી-માર્ગદર્શન આપ્યું



જામનગરમાં ધન્વંતરિ ઓડીટરિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નયારા એનર્જીના સહયોગથી સીએસઆર પ્રોગ્રામ પ્રોજેક્ટ એક્સેલ હેઠળ ઇનશક્તિ ફાઉન્ડેશન દ્વારા તા. 7 થી 10 માર્ચ "મહિલા સશકિતકરણ સપ્તાહ' ની ઉજવણી કરવામાં આવી હતી, અને બહેનોમાં રહેલી ક્રિએટિવિટી બહાર આવે અને તેમજ બહેનોનો સર્વાંગી વિકાસ થાય અને જીવનમાં કઈક નવું શીખી આગળ વધી શકે એ માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું.


તા. 7 થી 10 માર્ચ 2024 "મહિલા સશકિતકરણ સપ્તાહ' ની ઉજવણી દરમ્યાન 21 મી સદી કૌશલ્ય તાલીમમાં પ્રોજેક્ટ એક્સેલ હેઠળ તાલીમ લઈ રહેલ સોફ્ટ એન્ડ એમ્પ્લોઈબીલીટી સ્કીલના આશરે 250 તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો. વુમન એમપાવરમેન્ટ હેઠળ વિવિધ કાર્યક્રમ તથા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે વિવિધ સ્પર્ધા જેમકે, મહેંદી સ્પર્ધા, મિલેટ્સ વાનગી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા, ટ્રેડિશનલ વેલ ડ્રેસ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા જામનગર જિલ્લા પોલીસની  સી-ટીમ તથા 181 મહિલા અભ્યમ અને જીવીકે-ઇએમઆરઆઇ 108 અને ખિલખિલાટ એમબ્યુલન્સ વિશે બહેનોને સેફ્ટી અને સિક્યોરિટી બાબતે માહિતીગાર કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમના સમાપનના દિવસે તા.10.03.2024 ના રોજ ધન્વંતરિ ઓડિટરિયમ ખાતે ઉપરોક્ત સ્પર્ધાના વિજેતા બહેનોને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા, અને સાથે સાથે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણીને આધીન સાંસ્કૃતિક ડાન્સ કાર્યક્રમ તેમજ રોલ પ્લેના મધ્યમથી સમાજમાં સોશ્યલ મેસેજ પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં આશરે 650 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.


આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ (એસ.પી.) ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં હાજર રહેલી બહેનોને ભણતર બાબતે / રોજગારી બાબતે, સલામતી બાબતે, સોશયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવા બાબતે અને સાયબર ક્રાઇમથી થતી છેતરપિંડીથી બચવા બાબતે વિવિધ માહિતી આપી હતી અને બહેનો નીડર બની અને પોલીસનો સંપર્ક કરે, કારણ કે કોઈપણ મુશ્કેલી હોય તો અમારી પોલીસ ટીમ હંમેશા બહેનો માટે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાર્યરત છે, તેમજ વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, આજના યુવાનો જે ગાડી સ્પીડમાં ચલાવે છે અને બહાદુરી દેખાડી રહ્યા છે જે યોગ્ય નથી માટે એક્સિડંટથી બચવા માટે દરેક બહેનોને નિવેદન કરેલ હતું કે, આપના ભાઈઓને આ બાબતે માહિતી આપવી અને કોઈ ખોટો બનાવ ના બને એ બાબતે કાળજી રાખવી જોઈએ, અને ઇનશક્તિ ફાઉન્ડેશન સંસ્થા આવા સમાજ સેવાના કર્યો કરતાં રહે એ માટે શુભેચ્છા પાઠવી હતી, તેમજ બહેનોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

નયારા એનર્જીના પ્રતિનિધિ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોના ઉત્સાહ વધાર્યો હતો, તેમજ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઈનશક્તિ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application