એએઆઇ, કોન્સ., હેડ કોન્સ. સહિત ૨૭૮ પોલીસમનેની આતંરિક બદલી

  • March 06, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ શહેર પોલીસ બેડામાં મોટાભાઈ આંતરિક બદલીના હત્પકમો થયા છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા શહેરના અલગ–અલગ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ સહિત ૨૭૮ પોલીસમેનની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. બદલીઓના જે હત્પકમ થયા છે તેમાં અલગ–અલગ પોલીસ સ્ટેશનમાંથી ૧૫ પોલીસમેનની ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂક કરવામાં આવી છે. યારે ક્રાઈમ બ્રાન્ચમાંથી કેટલાક પોલીસમેનની શહેરના અન્યત્ર પોલીસ સ્ટેશનમાં બદલીઓના ઓર્ડર નીકળ્યા છે.


શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા શહેરના અલગ–અલગ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ સહિતનાઓની બદલીઓના ઓર્ડરનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્રારા ૨૭૮ પોલીસ જવાનોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, જે બદલીઓ કરવામાં આવી છે તેમાં અલગ–અલગ પોલીસ સ્ટેશનમાંથી ૧૫ પોલીસમેનોની ક્રાઈમ બ્રાન્ચમાં નિમણુક કરવામાં આવી છે. જેમની ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂક કરવામાં આવી છે. તેમાં થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ આર.બી.જાડેજા, તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ જલદીપસિંહ વાઘેલા, પ્રવીણભાઈ વસાણી, માલવિયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.જી.ઝાલા, એરપોર્ટ  પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉમેશભાઈ આહીર, પ્રધુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જનકભાઈ કુંગસીયા,ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગોપાલભાઈ પાટીલ, ભકિતનગર પોલીસ સ્ટેશનના પુષ્પરાજસિંહ ગોહિલ અને હરદેવસિંહ સહિતનાઓની ક્રાઈમ બ્રાન્ચમાં બદલીના ઓર્ડરો નીકળ્યા છે.


જયારે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા રાજદીપસિંહ ગોહિલ, કુલદીપસિંહ રાણા, જનકસિંહ ગોહિલની શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત શહેરના અલગ–અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસમેનની શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં બદલીઓના પણ હત્પકમો થયા છે. જેમાં એસજીમાંથી ધર્મેન્દ્રસિંહની બદલી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનર ગત માસના અંતિમ સાહમાં પણ મોટાપાયે આંતરિક બદલીના ઓર્ડર કર્યા હતાં. જેમાં એક પીએસઆઇ,બે એએસઆઇ,૧૭ હેડ કોન્સ્ટેબલ,૩૩ કોન્સ્ટેબલ અને સાત એલઆરડીનો સમાવેશ થાય હતા. જેમાં ખાસ કરીને શહેરમાં ત્રણ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેવા પોલીસમેનની બદલીઓના ઓર્ડર નિકળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application