રાજકોટ શહેર પોલીસ બેડામાં હવે આંતરિક બદલીઓનો દૌર કુછ ચેન્જ હો જાયેની માફક આરંભાયો છે. એલસીબી ઝોન–૨ની ટીમમાં એક સાથે છ જવાનો મળી શહેરના ૨૫ પોલીસકર્મીઓની ફેરબદલ કરાઇ છે. હવે આગામી વધુ બદલીઓમાં ક્રાઇમબ્રાંચમાં અને અન્ય શાખા, પોલીસ મથકમાં પણ ચેંજ આવે તેવા ભણકારા વાગી રહ્યા છે.
રાજકોટ શહેર ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવાના વડપણ હેઠળ આવતી એલસીબી ટીમના છ પોલીસકર્મી વિરેન્દ્રસિંહ ઝાલાને યુનિવર્સિટી, હરપાલસિંહ જાડેજાને તાલુકા, જેંતીગિરિ ગોસ્વામી એ ડિવિઝન, અમીન ભલુર ગાંધીગ્રામ, જયપાલસિંહ સરવૈયાને તાલુકામાં બદલાવાયા છે. નવા ચહેરામાં હેડ કવાર્ટરથી જયંતિ ગોહિલ, ગાંધીગ્રામના શકિતસિંહ ગોહિલ, કુલદિપસિંહ રાણા, યુનિવર્સિટીમાંથી રાજેશ મિયાત્રા, માલવિયાના હેમન્દ્ર વાઘીયાને મુકવામાં આવ્યા છે. એલસીબીની ટીમમાં એક સાથે છ જવાનોની બદલીમાં છેલ્લ ા ૨૮ માસથી (એપ્રિલ–૨૦૨૨)માં એલસીબી ટીમ કાર્યરત થઇ ત્યારથી એ ટીમ હોવાથી બદલી કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અન્ય સ્ટાફમાં ટ્રાફિક શાખાના સાત પોલીસકર્મીમાં છની પોલીસ મથકોમાં બદલી કરાઇ છે. અમૃતભાઇ ગલાભાઇને પેરોલ ફર્લેા સ્કવોડમાં મુકવામાં આવ્યા છે. હેડ કવાર્ટરના બીપીનભાઇ સવજીભાઇની કંટ્રોલરૂમમાં બદલી થઇ છે. યુનિવર્સિટીના ફતેસિંહ વાલજીભાઇને કન્ટ્રોલરૂમમાં, તાલુકામાંથી ગાયત્રીબા તખુભાને બી ડિવિઝનમાં, ગાંધીગ્રામના શિલ્પાબેન રાજેશભાઇને ટ્રફિક શાખામાં મુકાયા છે. ગઇકાલે પોલીસ કમિશનર દ્રારા એલસીબી ઝોન–૨ની ટીમમાં ફેરબદલ સાથે કુલ ૨૫ કર્મીના આંતરિબદલી ઓર્ડર કરાયા છે. હવે વધુ સ્ટાફની બદલીઓ નજીકના સમયમાં તોળાઇ રહ્યાનું જેમાં ક્રાઇમબ્રાંચમાં પણ થોડા ફેરફાર થશેનું જાણવામાં મળી રહ્યું છે
સિટીમાં ઇન્ટરનલ ટ્રાન્સફર માટે ત્રણ આઇપીએસ ઓફિસરની કમિટી
રાજકોટ સિટીમાં ઇન્ટરનલ ટ્રાન્સફરનો શીરસ્તો નવા સીપી આવ્યા બાદ ચેંજ થયો છે. પહેલા ડાયરેકટ સીપી જ બદલી લીસ્ટ સાથે કોને કયાં મુકવા કોને બદલવાનું ડીસીઝન લેતા હતાં. હવે ટ્રાન્સફર લીસ્ટ ફિલ્ટર થઇને સીપી સમક્ષ પહોંચે છે. બદલીનો પ્રાથમિક લીથો તૈયાર કરવા માટે કમિટી બનાવાઇ છે. જેમાં ડીસીપી ટ્રાફિક, જે તે ઝોન ડીસીપી ઉપરાંત એડીશનલ સીપી ત્રણ આઇપીએસ ઓફિસર્સની કમિટી બદલી માટે આવેલા નામો પર કોને કયાં તબદીલ કરવા બદલીના પેરામીટર ચકાસતા હોવાનું અને ફાઇનલ લીસ્ટ સીપી સમક્ષ મુકે છે. એ લીસ્ટ આધારે આખરી નિર્ણય સીપી લેેતા હોવાનું આંતરિક વર્તુળોમાંથી જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech