શિક્ષણ અને ગૃહ વિભાગ વચ્ચે બેઠક યોજાઈ: પોલીસ બંદોબસ્ત વધારાશે
છેલ્લા કેટલાય દિવસોથી વારંવાર જુદી જુદી સ્કૂલોમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાના ધમકી ભર્યા ઇ મેઇલ આવી રહ્યા છે. અસામાજિક તત્વોની આ પ્રકારની હરકતના કારણે હાલમાં પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આગામી દિવસોમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં લાખો વિધાર્થીઓ ઉપસ્થિત રહેતાં હોય છે ત્યારે હાલની સ્થિતિમાં સ્કૂલોમાં બોમ્બની વારંવાર મળતી ધમકીને લઇને ભારે મુશ્કેલી ઉભી થઇ છે. આગામી દિવસમાં પરીક્ષા સમયે જ આ પ્રકારની ધમકી મળે કે અન્ય કોઇ મુશ્કેલી ઉભી થાય તો શું કરવું તે મુદ્દે આજે ખાસ પ્રિન્સિપાલ સેક્રેટરી, શહેર પોલીસ કમિશ્નર સહિત જિલ્લ ા શિક્ષણાધિકારીઓની વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
રાયમાં હાલમાં સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આગામી દિવસોમાં ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શ થવાની છે. આ સ્થિતિમાં છેલ્લ ા કેટલાય દિવસોથી વારંવાર જુદી જુદી સ્કૂલોમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાના ધમકીભર્યા ઇમેઇલ આવી રહ્યા છે. અસામાજિક તત્વોની આ પ્રકારની હરકતના કારણે હાલમાં પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે.
આગામી દિવસોમાં પરીક્ષા દરમિયાન આ પ્રકારની હરકતો થાય તો શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે આજે સરકાર,પોલીસ, જિલ્લ ા શિક્ષણાધિકારીઓની સંયુકત વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, આ કોન્ફરન્સમાં જુદા જુદા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને પરીક્ષા દરમિયાન બોમ્બ મુકવાની ધમકી આવે તો ખાસ કરીને વિધાર્થી–વાલીઓમાં અરાજકતાભરી સ્થિતિ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાની તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે સ્કૂલો પર વારંવાર આ પ્રકારની ધમકીઓ
મળે છે તેમાં ખાસ પોલીસ બંદોબસ્ત રાખવાની સાથે સાથે જર પડે એમ્બ્યુલન્સ તૈયાર રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી. આ સિવાય પરીક્ષા પહેલા પોલીસ દ્રારા જે તે સ્કૂલની સઘન ચકાસણી કરવી તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતુ. જોકે, મોટાભાગની ધમકીઓ લોકોને હેરાન–પરેશાન કરવા માટે આપવામાં આવતી હોવાથી તેને અવગણવાની સાથે સાથે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની તકેદારી રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application