સલાયા મરીન પોલીસ તથા એસઓજી દ્વારા બંદર ખાતે સઘન ચેકીંગ

  • January 18, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર માં ગઈ કાલે સાંજથી સલાયા મરીન પોલીસ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવેલ હતું.
જેમાં બોટના પરવાના તેમજ બોટની અંદર ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.બંદર ઉપર મરીન પોલીસ અને એસોજીનાં સયુંકત ચેકિંગ કરવામાં આવેલ હતું.જેમાં બોટના નંબર તેની સાઈઝ અને અંદરના બરફના ખાના તેમજ ડ્રાઇવર કેબિન જેવા બોટનાં ખૂણે ખૂણા તપાસ્યા હતા. બોટ નિયમ અનુસાર છે કે નહિ એ પણ ચેક કરવામાં આવેલ હતું. તેમજ બોટમાં જતા માછીમારોને પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ દરિયામાં કોઈ અજાણી હિલચાલ જણાઇ તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના આપી હતી. આ ચેકીંગ સલાયા મરીન પોલીસ પી.આઇ. સિંગરખીયાની અધ્યક્ષતામાં યોજયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application