વીમા કંપનીને રૂ. 9,17,958 વળતર ચુકવવા હુકમ

  • September 14, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વેપારી મનીષભાઇ મેઠવાણી બીએમડબલ્યુ કાર લઇને તા.15-10-22ના રોજ જામનગરથી જુનાગઢ જતા હતા ત્યારે રાત્રીના સમયે વીજરખી ડેમની ગોળાઇ પાસે સામેથી આવતી ટ્રકની લાઇટથી અંજાઇ જતા સદરહું કાર ટ્ક સાથે અથડાતા અકસ્માતથ સર્જાયેલ જેથી બીએમડબલ્યુ કારમાં નુકશાન થયેલ.


સદર કારની વીમા પોલીસી એચ.ડી.એફ.સી. અરગો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લી. પાસેથી મેળવેલી હોય જેથી વીમા કંપની પાસેથી નુકશાની વળતર મેળવવા કલેઇમ ફોર્મ ભરેલ અને ત્યારબાદ વીમા કંપનીએ ગાડીમાં થયેલ નુકશાન અકસ્માત સાથે મેચ નથી થતું વિગેરે કારણો આપી કલેઇમ કલોઝ કરી રેપ્યુડીએટ કરેલ. ત્યારબાદ ફરીયાદી દ્વારા વકીલ મારફતે જામનગરની ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફરીયાદ નોંધાવતા વીમા કંપનીને નોટીસ કરવામાં આવેલઅનેવીમા કંપની દ્વારા વિવિધ બચાવો લેવા આવેલ. એડવોકેટની વિસ્તૃત દલીલ ગ્રાહ્ય રાખતા વીમા કંપનીને રૂ. 9,17,958 અંકે  . નવ લાખ સતર હજાર નવસો અઠાવત પુરાફરીયાદ દાખલતારીખથી 7 ટકાના વ્યાજ સાથે ચુકવવા તથા  જામનગરાા. 10,000 ફરીયાદ ખર્ચ તથા માનસિક ત્રાસ આઘાત પેટેના દિવસ 30માં ચુકવવા આદેશ કરેલ છે. ફરીયાદી તરફથીવકીલ વિરલ એસ. રાચ્છ, સોહીલ આર. બેલીમ, હર્ષીલ રાબડીયા, સલમાન શેખ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application