ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાંના પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા હજુ ગઈકાલે જ શાળા કક્ષાએ પૂર્ણ કરવામાં આવી છે. બોર્ડની રેગ્યુલર પરીક્ષા શ થાય તે પહેલા પ્રાયોગિક પરીક્ષાના માર્ક મુકવા સહિતની કામગીરી પૂરી થાય તે માટે બોર્ડના પરીક્ષા વિભાગના સંયુકત નિયામકે તમામ શાળાના આચાર્યેાને એક પરિપત્ર મોકલીને તારીખ ૨૧ ફેબ્રુઆરી સુધીમાં આ કામગીરી પૂરી કરી દેવા સૂચના આપવામાં આવી છે.
બોર્ડના અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ ઓનલાઇન માર્ક મુકવા માટેની વેબસાઈટ પણ આ સાથે જાહેર કરી દેવામાં આવી છે અને ગઈકાલથી જ શાળા કક્ષાએ આ કામગીરી શ પણ થઈ ગઈ છે. જે શાળાઓમાં સેકટર સ્કિલ કાઉન્સિલના વોકેશનલ વિષયોનો અભ્યાસક્રમ ચાલે છે તેવી શાળાઓએ આંતરિક મૂલ્યાંકનના ૨૦ ગુણ માંથી ઉમેદવારે મેળવેલા ગુણ અને સેકટર સ્કિલ કાઉન્સિલ દ્રારા કરવામાં આવેલી પ્રાયોગિક મૂલ્યાંકનના ૫૦ ગુણ માંથી ઉમેદવારે મેળવેલ ગુણ સેકટર સ્કિલ કાઉન્સિલના પ્રતિનિધિ પાસેથી મેળવીને જે તે શાળાએ ઓનલાઈન ભરવાના રહેશે.
પ્રાયોગિક પરીક્ષાની સાથો સાથ કોમ્પ્યુટરની પ્રાયોગિક પરીક્ષા પણ શાળા કક્ષાએ લેવામાં આવતી હોવાથી તેના માર્કસ પણ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ગઈકાલથી શ થઈ ગઈ છે અને ૨૧ ફેબ્રુઆરી સુધીમાં આવા માર્કસ મોકલી દેવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે. બોર્ડનું સમગ્ર તત્રં અત્યારે આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી શ થતી પરીક્ષાના કામમાં લાગી ગયું છે. મુખ્ય પરીક્ષાઓ શ થાય તે પહેલા પ્રાયોગિક પરીક્ષાના માર્કસનો મુદ્દો પૂરો થઈ જાય અને મુખ્ય પરીક્ષા પૂરી થયા પછી ઉત્તરવહીઓની ચકાસણી અને માર્કશીટમાં મુખ્ય પરીક્ષાના તથા પ્રાયોગિક પરીક્ષાના માર્ક મુકવાની કામગીરી ફટાફટ પૂરી થાય તે માટે અત્યારથી તત્રં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech