બંગાળની ખાડીમાં ઉદભવેલી વાવાઝોડાની સિસ્ટમના કારણે શિયાળાની સિઝન ડિસ્ટર્બ થઈ ગઈ છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતો હોવાથી શિયાળાની સિઝનમાં સવારે ૧૦ વાગ્યા પછી જાણે ઉનાળો શ થઈ જતો હોય તેવી ગરમીની અનુભૂતિ લોકો કરી રહ્યા છે. આજે રાયભરના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં સામાન્યથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થયો છે અને તેના કારણે સવારે શિયાળાની સિઝનની ઠંડીનું સ્થાન ફુલ ગુલાબી વાતાવરણે લઈ લીધું છે.
ભાવનગરમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી હતું તે આજે વધીને ૧૯.૨ ડિગ્રી થઈ ગયું છે. અમદાવાદમાં ગઈકાલે ૧૬.૫ અને આજે ૧૮.૧ તથા ડીસામાં ગઈકાલે ૧૫.૮ અને આજે ૧૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા અમદાવાદમાં અઢી ડીગ્રી જેટલો અને ડીસામાં બે ડિગ્રી જેટલો વધારો લઘુતમ તાપમાનમાં થયો છે.
રાજકોટ અને પોરબંદરમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. આ બંને શહેરોમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૫ ડીગ્રી નોંધાયું હતું. જે આજે પોરબંદરમાં ૧૫.૮ અને રાજકોટમાં ૧૫.૩ ડીગ્રી રહેવા પામ્યું છે. દ્રારકામાં ખાસ ફેરફાર નથી પરંતુ ઓખામાં ગઈકાલે ૨૩ અને આજે ૨૪.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વેરાવળમાં પણ સામાન્ય ફેરફાર સાથે આજનું લઘુતમ તાપમાન ૨૦.૪ ડિગ્રી નોંધાયું છે.
ગિરનાર પર્વત ઉપર પણ ઠંડી ઘટી છે. ગઈકાલે આઠ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા પછી આજે તે ૯.૪ ડિગ્રી નોંધાયું છે જુનાગઢમાં ૧૪.૪ અને ભવનાથ તળેટીમાં ૧૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી વાવાઝોડાની સિસ્ટમ છેલ્લા છ કલાકથી પ્રતિ કલાકના ૧૦ કીલોમીટરની ઝડપે આગળ વધી રહી છે અને આવતીકાલે સવારે તે તામિલનાડુ અને પોંડીચેરી વચ્ચે કરાઇકલ અને મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે તેવી ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા આપવામાં આવી છે. વાવાઝોડું યારે દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ગતિ પ્રતિ કલાકના ૪૫ થી ૫૫ કિલોમીટરની રહેશે અને અમુક તબક્કે તે ૬૫ કિલોમીટર સુધી વધી જવાની પણ શકયતા દર્શાવવામાં આવી છે.
વાવાઝોડાની આ સિસ્ટમના કારણે તમિલનાડુ કેરલા આંધ્રપ્રદેશ સહિતના દક્ષિણના રાયોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે નુકસાની ન થાય તે માટે સમગ્ર તત્રં સાબદુ બની ગયું છે અને અગમચેતીના પગલાંઓ લેવાઈ રહ્યા છે. માછીમારોને છેલ્લા ત્રણ દિવસથી દરિયામાં જવા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો હતો અને અગાઉથી જે માછીમારો દરિયામાં ગયા હતા તેમને પરત લાવવામાં આવ્યા છે. આવતીકાલ સાંજે પરિસ્થિતિ જોઈને માછીમારોને દરિયામાં જવા પરનો પ્રતિબધં ઉઠાવી લેવાય તેવી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech