રાજ્યમાં પકડાયેલા દારૂના નાશ કરવાને બદલે કોંગ્રેસના નેતાએ આવુ કરવા સૂચવ્યું, લોકો થયા વિચારતા

  • February 09, 2023 07:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આજે એક પત્ર લખી લોકોમાં ચર્ચાનો વિષય ઉભો કરી દિધો છે. જેમાં તેમણે પત્ર અધિકારી નહીં પરંતુ સીધા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો હતો અને કહ્યુ હતુ કે, ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ પકડાય છે. તો આ દારૂનો નાશ કરવાની જગ્યાએ આપણે તેને અન્ય રાજ્યમાં ઓકશન કરી વહેચી દેવો જોઈએ અને ઓક્શનથી મળતી આ રકમને દેશની રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઈએ.


લલિત વસોયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રની વાત કરીએ તો તેમણે પત્રમાં લખ્યું છે કે, આપણા રાજ્યમાં દારૂ બંધી છે. આ દારૂ બંધી હોવા છતાં આપણે ત્યાંથી વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ ઝડપાયો છે ડે દારૂને પોલીસ તેમની કામગીરી પ્રમાણે નાશ કરે છે. પરંતુ જો આ નાશ કરવાને બદલે આપણે તે પકડવામાં આવેલા દારૂને અન્ય રાજ્યમાં ઓકશનમાં વહેચી દઈએ તો ઓક્શનથી રૂપિયાની આવક પણ થશે અને આ રકમ કે આવકને આપણે રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઇએ. અને આ ફંડને આપણે શહીદ થનારા પરીવારજનો પાછળ ખર્ચ કે મદદ કરવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. હાલ તો આ પત્રમાં સૂચવેલા સૂચનોને લોકો તો વિચારતા થઈ જ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application