કોલકાતાની રેપ અને મ્્રદરની ઘટના બાદ દેશભરમાં તબીબી સંસ્થાઓ અને તબીબોની સુરક્ષા મુદે જે જુવાળ ફેલાયો છે તેના અનુલક્ષીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરની હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓમાં સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા માટે ૧૨ પગલાં સૂચવ્યા છે અને જણાવ્યું છે કે કેમ્પસમાં સીસીટીવી સ્થાપિત કરવાથી લઈને કેમ્પસમાં ચાલતી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે કંટ્રોલ મ સ્થાપવા જરી છે અને તેના માટે તાલીમબદ્ધ સ્ટાફ ની નિયુકિત કરવી પડશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ખાનગી સુવિધાઓની તુલનામાં સરકારી હોસ્પિટલો લોકો માટે વધુ આસન છે, જે અનધિકૃત વ્યકિતઓ માટે મુકતપણે પ્રવેશવાનું સરળ બનાવે છે.મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે હોસ્પિટલો કેમ્પસમાં પ્રવેશદ્રાર, બહાર નીકળવા, કોરિડોર, ડાર્ક સ્પોટ અને સંવેદનશીલ વિસ્તારો જેવા વ્યૂહાત્મક સ્થળોએ કેમ્પસમાં પૂરતા પ્રમાણમાં ઉચ્ચ–રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા સ્થાપિત કરે અને રીઅલ–ટાઇમ ધોરણે પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે કંટ્રોલ મ સેટ કરે. મંત્રાલયે કહ્યું કે કંટ્રોલ મમાં હંમેશા સુરક્ષા કર્મચારીઓની સાથે એક વહીવટી સ્ટાફ તૈનાત હોવો જોઈએ.તેણે એ પણ નિર્દેશ આપ્યો છે કે મહિલા આરોગ્ય વ્યાવસાયિકો માટે મૂળભૂત સુવિધાઓ સાથે સારી રીતે સુરક્ષિત ડુટી મની પૂરતી સંખ્યા પૂરી પાડવામાં આવે.મંત્રાલયે હોસ્પિટલોને યોગ્ય દેખરેખ, પેટ્રોલિંગ અને પરિસરની દેખરેખ માટે પૂરતી સંખ્યામાં પ્રશિક્ષિત સુરક્ષા રક્ષકોની નિયુકિત કરીને તમામ મુલાકાતીઓની તપાસ કરવામાં આવે તેની ખાતરી કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
પત્રમાં ડોકટરો અને નર્સેા સહિત હોસ્પિટલના તમામ સ્ટાફને સુરક્ષાના જોખમોને ઓળખવા અને તેનો જવાબ આપવા માટે તાલીમ આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.હોસ્પિટલોને કયારેક હિંસાના કૃત્યો દ્રારા લય બનાવવામાં આવે છે , જેમાં સ્ટાફ પર હત્પમલાનો સમાવેશ થાય છે, જે વિવાદો, તબીબી સંભાળ પ્રત્યે અસંતોષ અથવા બાહ્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંબંધિત હોઈ શકે છે.હેલ્થકેર પ્રોફેશનલ્સની સલામતી સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે.કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ૯ ઓગસ્ટના રોજ ૩૧ વર્ષીય તાલીમાર્થી ડોકટર પર નિર્દયતાથી બળાત્કાર અને હત્યા કરવામાં આવ્યાના દિવસો બાદ આ નિર્દેશો આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMબામણબોર ચેકપોસ્ટ પાસે બે ટ્રકમાંથી રૂપિયા ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો
February 24, 2025 03:40 PMવિધાનસભામાં રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફટેજ લીંક થવાનો મામલો ગાજ્યો
February 24, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech