શહેરના સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવનાર યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફત રાજનગરના યુવક પ્રેમ સંબધં થયો હતો. ચાર માસ પૂર્વે બંને કોર્ટ મેરેજ કર્યા હતા. લના ત્રણ માસમાં જ પતિએ હવે આપણો મેળ નહીં પડે છૂટા થઈ જઈએ તેમ કહી દીધું હતું. આ બાબતે સાસરીયાઓને સમજાવવાનું કહેતા તેને પણ ઝઘડો કરી યુવતીને કાઢી મૂકી હતી. જેથી તેણે પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ૮૦ ફુટ રોડ પર સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતી આરતીબા(ઉ.વ ૩૦) નામની યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ વિશ્વજીતસિંહ રહેવર, સાસુ હીરાબા, સસરા રાજેન્દ્રસિંહ,દિયર હરપાલસિંહ (રહે. બધા રાજનગર સોસાયટી શેરી નંબર ૩) ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે હાલ માતાના ઘરે રહે છે અને સિવિલ હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે નોકરી કરે છે. છ મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામ મારફત વિશ્વજીતસિંહ સાથે પરિચય થયો હતો બાદમાં આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો.જેથી ગત તારીખ ૨૬ ૪ ના કોર્ટ મેરેજ કર્યા હતા. લ પહેલા યુવતીએ પતિને . ૧ લાખ રોકડ આપ્યા હતા. પ્રેમલ સાસરીયાઓને મંજૂર ના હોય જેથી તેણે પોતાના પુત્રને ઘરેથી કાઢી મૂકયો હતો. જેથી યુવતી અને તેનો પતિ બંને અહીં પિયરમાં રહેવા આવી ગયા હતા.વિશ્વજીતસિંહના આ બીજા લ હતા.
છેલ્લા એકાદ મહિનાથી પતિ બોલાવતો પણ ન હોય અને કોઈ વાતચીત કરતો ન હોય તથા કોઈ પણ સંબધં રાખતો ન હતો. આ બાબતે વાત કરતા પતિએ ઉશ્કેરાય ઝઘડો કરવા લાગ્યો હતો પતિને અન્ય ક્રી સાથે સંબધં હોય જેથી તેણે પત્નીને બોલાવવાનું બધં કરી દીધું હતું અને ઝઘડાઓ કરવા લાગ્યો હતો.
દરમિયાન આઠેક દિવસ પૂર્વે પતિ વિશ્વજીતસિંહ ઘર છોડી તેના માતા–પિતા સાથે રહેવા ચાલ્યો ગયો હતો અને તેણે યુવતીને કહી દીધું હતું કે હવે આપણો મેળ આવશે નહીં આપણે છુટા થઈ જઈએ. પરંતુ યુવતીએ સમાધાનની કોશિશ કરી હતી. બે દિવસ પૂર્વે યુવતી પતિને સમજાવવા માટે સાસરિયાના ઘરે જતા સાસરીયાઓએ તેને ગાળો આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. બાદમાં તેણે ૧૮૧ હેલ્પલાઇન પર ફોન ફોન કરી મદદ માગી હતી. ત્યારબાદ પણ તેણે સમાધાનના પ્રયત્નો કર્યા હતા.પરંતુ પતિ કે અન્ય સાસરિયાઓએ દરકાર ન લેતા અંતે તેણે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech