ભાવનગર ડિવિઝનના રેલ્વે કર્મચારીની પ્રેરક પ્રમાણિકતા

  • August 24, 2024 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલવે કર્મચારીઓની પ્રમાણિકતાના  કારણે મહિલા રેલવે પ્રવાસીને  તેનું ૨.૫ લાખ રૂપિયાથી વધુનું મંગલસૂત્ર અને મોબાઈલ પરત કરાયું હતું.
વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝન રેલવે મુસાફરોને મદદ કરવા હંમેશા તત્પરરહેતું હોય  છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ગઈકાલે શુક્રવાર ના રોજ એક મહિલા પ્રવાસી ખંભાળિયાથી વેરાવળ રેલગાડી નંબર ૧૯૨૫૨ ઓખા-વેરાવળ એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહી હતી. વેરાવળ સ્ટેશન પર ઉતરતી વખતે, મહિલાએ ભૂલથી તેનું લેડીઝ પર્સ તેની સીટ પર છોડી દીધું હતું. અને નીચે ઉતરી ગઈ હતી. જ્યારે તે પર્સ કોચ એટેન્ડન્ટ  નિત્યાનંદને મળ્યું, ત્યારે તેણે તે ગાડીમાં  કામ કરતા ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર  રાજન કુમાર સિંહને આપ્યું હતું..
જ્યારે મહિલા પ્રવાસી સ્ટેશનની બહાર પહોંચી ત્યારે તેને પોતાનું પર્સ યાદ આવ્યું હતું. અને તે કોચ તરફ દોડી રહી હતી, ત્યારે ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર રાજન સિંહે દોડવાનું કારણ પૂછ્યું. ત્યારે  મહિલાએ કહ્યું હતું કે તેનું પર્સ ખોવાઈ ગયું છે, ત્યારે તેણે તેને જે પર્સ મળ્યું તે બતાવ્યું હતું અને  તે પર્સ જોઈને મહિલા ખુશ થઈ ગઈ, તે જ મહિલાનું પર્સ હતું. પર્સમાં સોનાનું મંગળસૂત્ર અને અંદાજેરૂ. ૨૦, ૦૦૦ની  કિંમતનો  મોબાઈલ ફોન હતો. ટિકિટ ઈન્સ્પેક્ટરે મહિલાને પર્સ સુરક્ષિત રીતે સોંપી દીધું હતું. મહિલાએ કોચ એટેન્ડન્ટ અને ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટરની સાથે રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News