દેવભૂમિ દ્વારકા ઇન્કમટેક્ષ કચેરીનો ઇન્સ્પેકટર સુનીલ મીના ૩૦૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝપડાયો

  • September 24, 2024 09:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા સ્થિત ઇન્કમટેક્ષ કચેરીમાં ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર રૂ. 3000ની લાંચ લેતા ઝડપાયા છે. જામનગર એસીબી ટીમની દ્વારકામાં લાંચ અંગે ટ્રેપ કરવામાં આવી હતી. નવું પાન કાર્ડ રદ કરવા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનીલ કુમાર મીના 3000ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા.


વિગતવાર વાત કરીએ તો ફરીયાદીએ (એક જાગૃત નાગરીક) પોતાનું પાનકાર્ડ કઢાવેલ હતુ તે ખોવાય જતા બીજુ પાનકાર્ડ ઓન-લાઇન કઢાવેલ હતું. જે દરમ્યાન પોતાનું જુનુ પાનકાર્ડ મળી જતા ફરીયાદી પાસે પોતાના નામના બે પાનકાર્ડ થઇ ગયેલ હોવાથી પોતે પોતાનું નવુ પાનકાર્ડ રદ કરાવવા ઇન્કમટેક્ષ કચેરી દ્વારકા ખાતે ગયા હતા.


ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનીલ કુમાર મીનાએ બે પાનકાર્ડ ધરાવવા માટે પેનલ્ટી અને જેલની સજા થઇ શકે તેમ કહેતા ફરીયાદીએ પોતાને આવી કોઇ નોટીશ મળેલ નથી અને પોતે સામેથી બીજુ પાનકાર્ડ રદ કરાવવા આવેલ છે. તેમ છતા આરોપીએ રૂપીયા ૧૦,૦૦૦/- પેનલ્ટી થશે તે ભરવી ન હોય તો તેના રૂ.૩,૦૦૦/- લાંચ પેટે માંગ્યા હતા. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનીલ કુમાર મીનાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૩,૦૦૦/- સ્વીકારતા સ્થળ ઉપર ઝડપાઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News