અમદાવાદની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તબીબોના કરતુત પછી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જૂનાગઢ શહેર જિલ્લ ાની પીએમજેએવાય યોજનામાં સમાવિષ્ટ્ર ૩૦ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્રારા તપાસ શ કરવામાં આવી છે. કેસ અને દર્દીની સંખ્યા, કયા પ્રકારના કેસ અને બિલ કેમ્પના આયોજન સહિતની વિગતો મેળવવાની તજવીજથી હોસ્પિટલ તંત્રમાં દોડધામ થઈ છે.
પીએમજેએવાય યોજના હેઠળ જરિયાતમદં દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવે છે. દર્દીઓના ઓપરેશન સહિતનો ખર્ચ સરકાર દ્રારા હોસ્પિટલોને ચૂકવવામાં આવતો હોય છે પરંતુ કેટલીક હોસ્પિટલોના સંચાલક તબીબો યેનકેન પ્રકારે સરકારની યોજનામાંથી રકમ મેળવી લેતા હોય છે. અમદાવાદની ખ્યાતી હોસ્પિટલના તબીબોની કરતૂતનો ભાંડાફોડ થયા બાદ રાયભરમાં પીએમજેએવાય સંદર્ભિત હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શ થયો છે. જૂનાગઢ જિલ્લ ાની નવ અને શહેરમાં ૨૧ મળી કુલ ૩૦ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્રારા તપાસનો ધમધમાટ શ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લ ા અને મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્રારા પીએમજેએવાય યોજના અંતર્ગત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સમાવેશ થયેલ હોસ્પિટલમાં દર્દી અને કેસની સંખ્યા, ઓપરેશનની વિગત અને બિલની ચુકવણી, કેટલા કેમ્પ કર્યા સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે.
સૂત્રોમાંથી પ્રા વિગત મુજબ કેન્સરના દર્દીઓ જૂનાગઢ ઉપરાંત અન્ય જિલ્લ ામાંથી પણ મોટી સંખ્યામાં સારવાર આવતા હોય છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ દ્રારા જૂનાગઢ જિલ્લ ામાં સમન્વય અને હિમાલયા કેન્સર હોસ્પિટલોમાં સારવાર માટે આવેલા દર્દીઓને કેમોથેરાપી, રેડિયોથેરાપીની વિગતની પણ ઐંડાણપૂર્વકની તપાસ શ કરવામાં આવી છે. કેન્સર સિવાયની અન્ય સારવાર આપતી હોસ્પિટલોમાં થયેલા સજીર્કલ ઓપરેશન, ડેટાની પણ ફાઈલો ફંફોળી તપાસ શ કરવામાં આવી છે. સમાવિષ્ટ્ર હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગની ડેટા એકત્ર કરવાની કામગીરીથી હોસ્પિટલ સંચાલકોમાં દોડધામ થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, સંગીત જગતમાં શોકનું મોજું
December 11, 2024 07:45 PMરાજકોટ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ
December 11, 2024 07:44 PMરાજ્ય સ્તરની ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે આ તારીખે...
December 11, 2024 07:42 PMરોજીંદા જીવનમાં વપરાતી આ તમામ દવાઓ પર આ વર્ષે લાગ્યો પ્રતિબંધ
December 11, 2024 05:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech