રાજકોટ–કાલાવડ રોડ ઉપર કણકોટ ગામના પાટિયા પાસે ઇનોવેટિવ સ્કૂલની વિધાર્થીઓ સાથેની બસએ આજે સવારે અકસ્માત સજર્યેા હતો. બેફિકરાઈ પૂર્વક બસ હંકારી ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા વિધાર્થીઓ અને શિક્ષકોમાં ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.અને બસમાં સવાર વિધાર્થીઓ અને શિક્ષકોને નાની મોટી ઇજા થતા સારવાર આપવામાં આવી હતી. સ્કૂલની બસએ એકિટવાને પણ અડફેટે લેતા કચ્ચરઘાણ બોલી ગયો હતો,એકિટવા નજીક જ બેઠેલા મહિલા ઉભા થઇ જતા સદનસીબે જીવ બચ્યો હતો. બનાવના પગલે આસપાસના લોકો સહિતના દોડી ગયા હતા.
પ્રા વિગત મુજબ આજે વહેલી સવારે કણકોટ ગામના પાટિયા પાસે વિધાર્થીઓને લઇ જતી ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલની બસના ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી મુકતા કાબુ ગુમાવી દઈ બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પાર્ક કરેલા એકિટવાને ઠોકરે લઇ પીજીવીસીએલના થાંભલા સાથે ધડામભેર અથડાતા વીજપોલ ભાંગી પડો હતો અને બસના આગળના ભાગમા કાચ તોડી ઘુસી ગયો હતો. ધડાકાભેર અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ગભરાયેલા વિધાર્થીઓ અને શિક્ષકને બહાર કાઢી સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસએ જે એકટીવાને ઠોકરે લીધી હતી તેની બાજુમાં જ ફલ વેંચતા મહિલા દૂરથી જ જમ બનીને આવતી બસને જોઈ દોડીને નીકળી જતા જીવ બચી ગયો હતો. બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ સ્ટાફએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં અનેક વખત સ્કૂલબસ અને સ્કૂલ વાનના અકસ્માત થવાના બનાવ બન્યા છે, વાલીઓ પોતાના બાળકો સુરક્ષિત રીતે સ્કૂલે પહોંચે એ માટે સ્કૂલને તગડી ફી આપી બસમાં મોકલતા હોઈ છે પરંતુ સ્કૂલ સંચાલકો ટ્રાન્સપોર્ટેશન માટેની તગડી ફી વસૂલી બાળકોની સુરક્ષાની જવાબદારી આવે ત્યારે હાથ ખંખેરતા જોવા મળે છે. જે આજના ઇનોવેટિવ સ્કૂલના બનાવમાં સાબિત થઈ રહ્યું છે. બનાવ અંગે ડ્રાઈવરની બેદરકારી સહીતની બાબતે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી
May 13, 2025 04:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech