ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,ત્યારે પોરબંદરમાં મહારાષ્ટ્રમાંથી શાડુ માટી લઈને બનાવેલી ગણપતિ મુર્તિઓનું પ્રદર્શન અને વેચાણ શરૂ થયું છે.
પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા છેલ્લા ૫ વર્ષથી પોરબંદરમાં કલ્યાણ હોલ ખાતે દર વર્ષે મહારાષ્ટ્રની સુવિખ્યાત ગણપતિજીની મુર્તિઓનું ભવ્ય પ્રદર્શન સાથે વેચાણ યોજાઈ છે.પર્યાવરણ બચાવવા માટે સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવે છે,જેમાં ના નફો ના નુકશાન પ્રક્રિયાથી આ માટીની મુર્તિઓનું વેચાણ ખાસ પોરબંદરના લોકો માટે કરવામાં આવે છે.ગુજરાતમાં ક્યાંય જોવા ના મળે તેટલી હીરા-મોતી અને વિવિધ વસ્ત્રોના શણગાર સાથે ગણપતિ બાપ્પાની અદ્ભુત અને અલૌકિક મુર્તિઓ હોય છે.શહેરમાં પણ હવે શ્રૂંગારિત મુર્તિઓની માંગ વધતી જાય છે.કારણ લોકો લાઈટિંગ વગેરે કરી અને બાપ્પાનું સ્થાન શણગારે છે ત્યારે શણગાર વગરની મુર્તિ કરતા ભવ્ય શણગાર વાળી મુર્તિનું અગર સ્થાપન કરવામાં આવે તો તેની આભા ઓર વધી જાય છે અને મનમાંથી શ્રદ્ધા અને ભક્તિની ભાવના અંતર થી ઊર્જામાન થાય છે.ડો.નુતનબેન ગોકાણી વ્યવસાયે તબીબ હોવા છતાં આ કલા પ્રત્યે તેમની વિશિષ્ટ ચિ છે,તેઓ પોતે વ્યસ્ત હોવા છતાં આ તમામ મુર્તિઓના શણગાર ધન્યતા ક્રિએશન અતર્ંગત કરે છે અને રાજકોટ નાગર બોર્ડિંગ ખાતે પણ આવું જ પ્રદર્શન યોજે છે.પર્યાવરણ બચાવવા તેઓ સદા તત્પર રહે છે.પ્રકૃતિ સંસ્થાના સ્થાપક ડો.નુતનબેન જણાવે છે કે,મે જોયું કે પ્લાસ્ટર ઓફ પેરિસની મુર્તિ જલ્દીથી પાણીમાં ઓગળતી નથી અને તેનાથી જલીય પર્યાવરણને નુકસાન થાય છે.કેમિકલયુક્ત કલરથી જલીય જીવજંતુઓને ઘાતક અસરો જોવા મળે છે.અને દાદાની મુર્તિઓ વિસર્જન બાદ નદી તળાવ અને દરિયાની બહાર બહુ જ દયનીય સ્થિતિમાં પડી હોય છે.જે બાપ્પાને આપણે આટલા દિવસ શ્રદ્ધાથી પુજા,અર્ચના કરીએ છીએ,તે બાપ્પાની આપણા થી અવદશા નથી કરાતી અને પર્યાવરણ તો આપણી જીવાદોરી છે.આપણે સહુએ તેનું ધ્યાન રાખવું જ જોઈએ.શ્રદ્ધાથી નાની મુર્તિ બેસાડો પણ ઇકો ફ્રેન્ડલી મુર્તિઓનો આગ્રહ રાખવો.વર્ષભર તેઓ આ મુર્તિના ઘરેણાં, સાફા અને વસ્ત્રોની ડિઝાઇન તૈયાર કરે છે.મહારાષ્ટ્રની પવિત્ર શાડુ માટીમાંથી આ મુર્તિ બનાવાય છે.અને મુર્તિઓ પણ મહારાષ્ટ્રથી જ લઈ આવવામાં આવે છે .ડો.રીતીજ્ઞા ગોકાણી તેમની આ પવિત્ર યાત્રામાં સાથે જોડાયા છે, તેઓ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યો દ્વારા આ સમગ્ર આયોજન થાય છે.ડો.સિદ્ધાર્થ ગોકાણી ની યાદી જણાવે છે કે,પોરબંદરના કલાપ્રેમી નાગરિકો ને આવી સુંદર મુર્તિઓ જર નિહાળવી જોઈએ.ગણપતિનું સ્થાપન ભલે ના કરો પણ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આ મુર્તિઓનું પ્રદર્શન નિહાળવા હાર્દિક નિમંત્રણ છે.આ વખતે આ પ્રદર્શન માં સૌ પ્રથમવાર લુગદીની મુર્તિઓનું વિશિષ્ટ આકર્ષણ છે.વિશિષ્ટ કાગળ અને માટીથી મિશ્રિત લુગદીની મુર્તિઓ જે પોરબંદરમાં સૌપ્રથમવાર જોવા મળશે.વજનમાં હલકી અને દેખાવમાં અતિ સુંદર આ મુર્તિઓ એકવાર જોવા જેવી છે.ઇકો ફ્રેન્ડલી મુર્તિઓની કિંમત તેની અદ્ભુત કલા અને સુંદરતાને કારણે પ્લાસ્ટર ઓફ પેરિસ કરતા થોડી વધુ હોય છે.આ મૂર્તિઓ ના કલર પણ કેમિકલ વગર ના હોય છે.
પોરબંદરના ફ્રેન્ડસ પેટ્રોલ પંપ પાસે આવેલા કલ્યાણ હોલ ખાતે અઢી ફુટથી છ ફુટની મુર્તિઓનું આજથી તા.૨.૯.૨૦૨૪ થી તા.૭.૯.૨૦૨૪ સુધી સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી પ્રદર્શન ચાલુ રહેશે.વધુ માહિતી માટે ડો.સિદ્ધાર્થ ગોકાણી મો.નં.૮૨૬૪૧૦૧૨૫૩,ડો.રીતીજ્ઞા ગોકાણી મો.નં.૯૯૭૪૨૯૬૯૯૩ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech