નવતર અભિગમ : "જો ફેમિલી સે કરે પ્યાર વો હેલ્મેટ સે કૈસે કરે ઇન્કાર" અભિયાન સાથે હેલ્મેટ પહેરવા વાહનચાલકોને સમજાવ્યા

  • September 04, 2023 01:43 PM 

રાજકોટમાં બનતા અકસ્માત અટકાવવા માટે ટુ-વ્હિલરચાલકોને સમજાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે વાહનચાલકોને હેલ્મેટ પહેરાવવા માટે ‘જો ફેમિલી સે કરે પ્યાર વો કૈસે કરે હેલ્મેટ સે ઇનકાર' અભિયાન શરૂ કર્યુ છે. 


ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસીપી ગઢવી સહિતની ટીમે રવિવારે ઘંટેશ્વર નજીક હાઇવે પર ડ્રાઇવ કરી હતી અને જે ટુ-વ્હિલરચાલક હેલ્મેટ પહેરીને નીકળતા હતા તેને ઊભા રાખી તેનું સન્માન કરી તેમને કપડાંની એક બેગ પુરસ્કાર રૂપે આપવામાં આવતી હતી. બેગ પર ટ્રાફિકના વિવિધ નિયમો લખવામાં આવ્યા છે અને તે નિયમોનું પાલન કરવા વાહનચાલકોને સમજ આપવામાં આવતી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application