વાવડી ગામ નજીક ગઈકાલે ઓવરસ્પીડમાં ફોરચ્યુર્નર કાર હંકારી નીકળેલા કારખાનેદારે સામેથી આવતી એકસટર કારને ઠોકરે લેતા કારમાં સવાર વૃધ્ધનું મોત થયું હતું જયારે પૌત્ર સહીત ચાર વ્યકિતઓને નાની મોટી ઇજા થતા સારવાર લીધી હતી. અકસ્માત સર્જી ચાલકે કાબુ ગુમાવી દેતા ફોચ્ર્યુનર વીજપોલમાં ધડાકાભેર ભટકાતા પોલ ભાંગી પડો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને ચાલકને કારમાંથી બહાર કાઢી લમધાર્યેા હતો. બનાવના પગલે મૃતક વૃધ્ધના પૌત્રની ફરિયાદના આધારે પોલીસે ફોરચ્યુર્ન ચાલક કારખાનેદાર દિપક પરસાણાને સંકજામાં લીધો છે. ચાલક પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ થતા પોલીસ આજે સવારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઇ ગઈ હતી.
બનાવની પ્રા વિગત મુજબ ૧૫૦ ફટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ ગોવિંદરત્ન પાર્કમાં રહેતા અને ગોંડલ રોડ ઉપર વૈદવાડીમાં કારખાનું ધરાવતા વિરાજ મનસુખભાઇ પીપળીયા ગઈકાલે પિતા મનસુખભાઇ, દાદા ખોડાભાઈ, નાના કેશવજીભાઇ ડોસાભાઈ ડોબરીયા, અને પ્લમ્બર નીરજભાઈ આમ બધા પડવલા ગામે અમારી ફેકટરીએ બાંધકામ ચાલુ હોઈ ત્યાં જતા હતા ત્યારે પુનિતરોડ એચપીના પેટ્રોલપપં નજીક પહોંચતા વાવડી તરફથી પુરપાટ ઝડપે આવતી જીજે ૦૩ એમઈ ૭૭ નંબરની ફોચ્ર્યુનર કાર આવી અમારી કારને ઠોકર મારતા મારી કારમાં સવાર દાદા ખોડાભાઈ (ઉ.વ.૯૨), પિતા મનસુખભાઈ (ઉ.વ.૪૮), નાના કેશવજીભાઇ (ઉ.વ.૬૦) અને પ્લમ્બર નીરજભાઈ જોલપરાએન માથા અને મોઢાના ભાગે ઈજાઓ થઇ હતી. ફોરચ્યુર્નરની સ્પીડ એટલી વધુ હતું કે ધડાકાભેર મારી કાર સાથે અથડાતા એરબેગ ખુલી જતા મને સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મારા પિતા,દાદા, નાના અને પ્લમ્બરને બહાર કાઢી કોઈએ ૧૦૮ને જાણ કરી દેતા તેમાં સિવિલ હોસ્પિટલએ ખસેડાયા હતા. મારા દાદા ખોડાભાઈને માથાના ભાગે વધુ ઇજા થઇ હોવાથી તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
અકસ્માત સમયે કોચ્ર્યુર્નર ચાલક કારમૂકી ભાગવા જતા ત્યાં હાજર લોકોના ટોળાએ ધોલાઈ કરી હતી. બનાવના પગલે પોલીસે યુવકની ફરિયાદ પરથી ૧૫૦ ફટ રીંગ રોડ પર બિગ બાઝાર પાછળ ચંદ્રેશનગરમાં રહેતા કારખાનેદાર દિપક મુળજી પરસાણા સામે ગુનો નોંધી સંકજામાં લીધો છે. હાલ આરોપીઓની વરઘોડાની મોસમ ચાલી રહી હોવાથી બેફામ કાર હંકારી નિર્દેાષ વૃધ્ધનું મૃત્યુ નિપજાવનાર અને ચાર વ્યકિતને ઇજા કરનાર શખ્સનો વરઘોડો પોલીસ કયારે કાઢે છે તેની લોક ચર્ચા જાગી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech