પોરબંદરની હીરાવતી કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓને કાયદા વિષે સમજ આપવામાં આવી હતી.
સી-ટીમની કામગીરી અંતર્ગત પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તથા પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સી-ટીમના નોડલ ઓફિસર ઋતુ રાબાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસસ્ટેશનના સી -ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા હીરાવતી કંપનીમાં કામ કરતી વર્કર બહેનોને સી ટીમ વિશે માહિતગાર કરેલ જેમાં મહિલાઓને ઘરેલુ હિંસા, શારીરિક માનસિક ત્રાસ, જાતીય શોષણના બનાવો બને ત્યારે મહિલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ પોકસો વિશે પણ માહિતગાર કરેલ તેમજ મહિલા હેલ્પલાઇન ૧૮૧ની વિગતવાર માહિતી આપેલ બાળકોને ચિલ્ડ્રન હેલ્પલાઇન નંબર ૧૦૯૮ વિશેનો ઉપયોગ કેમ કરવો તેના વિશે પણ માહિતગાર કરેલ અને હાલમાં સાયબર ક્રાઇમથી થતા ફ્રોડ બાબતે માહિતી આપેલ તથા હેલ્પલાઇન નંબર ૧૮૧ અને ૧૧૨ અને ઇમરજન્સી નંબર ૧૦૦ વિશે પણ માહિતી આપેલી હતી.આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એસ.ડી. સાળુંકે તથા પી.એસ.આઇ. એન. કે. વાઘેલા તથા વુમન એ.એસ.આઇ. યુ.પી.ખુમાણ તથા પો. હેડ કોન્સ્ટેબલ પી.એન. બંધીયા, વુમન અનઆર્મ્ડ હેડ કોનસ્ટેબલ કોન્સ્ટેબલ એસ.ડી. બગડા, ડબલ્યુ. વુમન આર્મ્ડ લોકરક્ષક કે.બી. ગોઢાણીયા દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ ગામના યુવાનો સાથે આ કારણે લગ્ન કરવા નથી ઈચ્છતી યુવતીઓ!
December 12, 2024 04:59 PMમાદાની શોધમાં નર વ્હેલએ ત્રણ મહાસાગર કર્યા પાર, 13 હજાર કિમીનું અંતર કાપીને તોડ્યો રેકોર્ડ
December 12, 2024 04:57 PMશું તમે જાણો છો બજારમાં મળતા એનર્જી ડ્રિંક્સ શરીર માટે કેટલા નુકશાનકારક?
December 12, 2024 04:49 PMપ્રાઈવેટ કંપનીઓને થાય છે જોરદાર નફો, પણ કર્મચારીઓના પગાર ત્યાં ને ત્યાં જ? હવે સરકાર કરશે હસ્તક્ષેપ
December 12, 2024 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech