પોરબંદરમાં માચ્છીમારોના વિસ્તારમાં સરકારી યોજનાઓની અપાઈ જાણકારી

  • August 22, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં મહિલાઓને સરકારી યોજનાની જાણકારી અપાઇ હતી.
મિશન શક્તિ ૧૦૦  દિવસની વિશેષ એનરોલમેન્ટ ડ્રાઇવ અંતર્ગત વિક-૧૦ એનરોલમેન્ટ ઓફ સ્કેમ અધર લાઈન ડીપાર્ટમેન્ટ  થીમ મુજબ જિલ્લા મહીલા અને બાળ અધિકારી  હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ સુભાષનગર બંદર  કાંઠે સ્લમ વિસ્તારમાં  જઈને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સંકલ્પ ડી.એચ.ઈ.ડબ્લ્યુ, ઓ.એસ.સી., પી.બી. એસ.સી, બાળ સુરક્ષા એકમના કર્મચારી ઉપસ્થિત રહી જેન્ડર ઇક્વાલિટી, જાતીય હિંસા, વિવિધ પેન્શન યોજના તેમજ મહિલાલક્ષી યોજના,કાયદાલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.તેમજ પ્રચાર-પ્રસારના હેતુસર પેમ્પલટ વિતરણ કરવામાં આવ્યુ હતુ.તેમજ ગંગા સ્વ‚પા આર્થિક સહાય યોજના બંધ થઇ ગઈ હોય તેમના આધારકાર્ડ મેળવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application