કોઈ ઉમેદવાર અનુકુળ ન હોય તો મને જાણ કરજો: સીઆર પાટીલ

  • April 02, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં તમામ પક્ષોએ જીત માટે એડીચોટીનું જોર લગાવવું શરૂ કર્યું છે, ત્યારે ગુજરાત ભાજપે સુરતમાં ડોક્ટર્સનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અબ કી બાર મોદી સરકાર સૂત્રને સાર્થક કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે તમામ ડોક્ટર્સના ફોનમાં ૩ હજારથી વધુ કોન્ટેક્ટ હોય છે. જેથી તમામ ડોક્ટર તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરો. તેમને કહો કે, ઉમેદવાર નહીં, પરંતુ પ્રધાનમંત્રી મોદીને જોઈને મત આપો. જો કોઈ ઉમેદવાર યોગ્ય કામ ન કરતો હોય કે યોગ્ય જવાબ ન આપે, તો મને જાણ કરજો. હું તમારા વતી આ વાત પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચાડવાનું કામ કરીશ. સુરત, બારડોલી અને નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ગઈકાલ મોડિ સાંજે સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડોક્ટરોનું સ્નેહમિલન યોજાયું હતું ડોક્ટરો સાથેના સંવાદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર સામે તમને વાંધો હોય તો પણ તમારે મોદી સાહેબને જોઈને મત આપવા. રાજ્યમાં ભાજપમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ વચ્ચે લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ પ્રમુખ ખુદ મેદાનમાં ઉતર્યા છે. આંતરિક વધતા વિવાદ અને ઉમેદવારો સામે નારાજગીને લઇ ખુદ સીઆર પાટીલ ચોકી ઉઠ્યા છે. જેને લઇને હવે તેમણે પ્રચારમાં સ્થાનિક ઉમેદવાર નહી પરંતુ પ્રધાનમંત્રી મોદીને મત આપવાનો છે તેમ કહી પ્રચારની રણનીતી અપનાસુરતમાં રૂપાલાએ વી છે. ભાજપે સુરતમાં ડોક્ટરનું સ્નેહ મિલન યોજ્યુ છે. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે, ડોક્ટર્સના ફોનમાં ૩ હજારથી વધુ કોન્ટેક્ટ હોય છે. એક-એક ડોક્ટર તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરો. પાટીલે વધુમાં કહ્યુ હતુ કે, ઉમેદવારને નહીં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને મત આપો. કોઈ ઉમેદવાર પાસેથી યોગ્ય જવાબ ન મળે તો મને કહો, હું તમારી વાત પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચાડીશ. વધુમાં કહ્યુ કે ’અબ કી બાર મોદી સરકાર’નું સૂત્ર સાર્થક કરવાનું છે. 
લોકસભા ચૂંટણી ૨૦૨૪ જાહેર થતાની સાથે જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે રાજ્યની ૨૬ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ પહેલીવાર ગુજરાત ભાજપમાં કાર્યકરોનો જૂથવાદ અને અસંતોષ બહાર આવ્યો છે જેને લઇને પ્રદેશ મોવડી મંડળ પણ ચિંતિત બન્યુ છે. ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે. સુત્રોની વાત માનીએ તો સીએમ હાઇકમાન્ડ સાથે બેઠક કરી શકે છે. અને ગુજરાતની રાજકીય સ્થિતીથી વાકેફ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application