મોંઘવારી ઘટી: નવેમ્બરમાં ફુગાવાનો દર ઘટીને ૫.૪૮ ટકા પર પહોંચી ગયો

  • December 13, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વધી રહેલી મોંઘવારી બાબતે ભારત માટે સારા સમાચાર છે. સરકારે નવેમ્બર માટે મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા, જે દેશના લોકો માટે રાહત છે. આકટોબર મહિનામાં રિટેલ મોંઘવારી ઝડપથી વધીને ૬ ટકાને પાર કરી ગઈ હતી, પરંતુ નવેમ્બર મહિનામાં તે ઘટીને ૫.૪૮ ટકા થઈ ગઈ છે. સરકારે કહ્યું કે ખાધ ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજીના ભાવમાં નરમાઈના કારણે મોંઘવારી ઘટી છે. બુધવારે આરબીઆઈ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળનાર સંજય મલ્હોત્રા માટે આ પ્રથમ સારા સમાચાર છે. નોંધનીય છે કે આરબીઆઈએ મોંઘવારી દરને ૪–૬ ટકાની રેન્જમાં રાખવાનું લય રાખ્યું છે અને નવેમ્બરમાં તે ફરી ૬ ટકાથી નીચે આવી ગયું છે.
ગયા ઓકટોબરમાં ભારતનો છૂટક ફુગાવો વધીને ૬.૨૧ ટકા થયો હતો. જે સપ્ટેમ્બરમાં ૫.૪૯ ટકા હતો. એવું માનવામાં આવતું હતું કે તહેવારોની સિઝનમાં ખાધપદાર્થેાના ઐંચા ભાવને કારણે મોંઘવારી દરમાં વધારો થયો છે. ઓગસ્ટ ૨૦૨૩ પછી આ પ્રથમ વખત હતો યારે ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૬ ટકાની સહનશીલ મર્યાદાને વટાવી ગયો હતો. સપ્ટેમ્બરમાં ફુગાવો જુલાઈ પછી પ્રથમ વખત આરબીઆઈના ૪ ટકાના મધ્યમ ગાળાના લયાંકને વટાવીને ૫.૪૯ ટકા પર પહોંચ્યો હતો. એટલે કે મોંઘવારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે.
જો આપણે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્રારા બહાર પાડવામાં આવેલા સીપીઆઈ ડેટા પર નજર કરીએ તો, ખાધ ચીજોના ફુગાવાનો દર નવેમ્બરમાં ઘટીને ૯.૦૪ ટકા પર આવી ગયો હતો, જે ઓકટોબર મહિનામાં ૧૦.૮૭ ટકા પર પહોંચી ગયો હતો. યારે ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૩માં તે ૮.૭૦ ટકા હતો. એનએસઓ અનુસાર, નવેમ્બર ૨૦૨૪ દરમિયાન શાકભાજી, કઠોળ અને ખાધપદાર્થેા, ખાંડ અને મીઠાઈઓ, ફળો, ઈંડા, દૂધ અને મસાલાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. નવેમ્બર મહિનામાં અનાજનો મોંઘવારી દર ૬.૮૮ ટકા નોંધાયો હતો, જે ઓકટોબરમાં ૬.૯૪ ટકા હતો. જો કઠોળની વાત કરીએ તો તેના પર મોંઘવારી દર ૭.૪૩ ટકાથી ઘટીને ૫.૪૧ ટકા પર આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે સીપીઆઈ આધારિત છૂટક ફુગાવો જુલાઈ–ઓગસ્ટ મહિનામાં સરેરાશ ૩.૬ ટકાના સ્તરે હતો, પરંતુ તે પછી સપ્ટેમ્બર મહિનામાં અને ઓકટોબર મહિનામાં આરબીઆઈ દ્રારા નિર્ધારિત મર્યાદાને તોડીને ૫.૫ ટકા થઈ ગયો. , તે ૬.૨૧ ટકા પર પહોંચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News