ટંકારા નજીક ૯૦ લાખના લૂંટ કેસમાં મદદગારી કરનાર કારખાનેદાર ઝડપાયો

  • May 27, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ગત સાહે આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી ૯૦ લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં અગાઉ બે આરોપી ઝડપાયા બાદ વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે કારખાના સંચાલકે લૂંટના ગુનામાં આરોપીને મદદગારી કરી હોવાનું ખુલતા મદદગારીના ગુનામાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે
ગત તા. ૨૧ ના રોજ રાજકોટના રહેવાસી અને આંગડીયા પેઢીના માલિક નીલેશભાઈ મનસુખભાઈ ભાલોડી તેના ડ્રાઈવર જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર સાથે ટી એન્ટરપ્રાઈઝ (ટીટેનિયમ) નામની આંગડીયા પેઢીના રોકડ પિયા પોતાની કાર જીજે ૦૩ એનકે ૩૫૦૨ વાળીમાં લઈને રાજકોટથી મોરબી આવતા હતા ત્યારે મીતાણા ગામ નજીક સફેદ કલરની પોલો કારે ઠોકર મારતા કાર ઉભી રાખી ત્યારે અન્ય એક બલેનો કાર આવી જતા પાંચથી સાત ઇસમોએ લાકડાના ધોકા, છરી અને પાઈપ સાથે ઉતરતા ગાડી મોરબી તરફ હંકારી હતી અને બંને કારે પીછો કરતા ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ઉભી રાખી હતી અને ગાડીનું ટાયર ફાટી ગયું હતું ત્યારે બંને કારમાંથી પાંચથી સાતેક માણસો મોઢે માલ બાંધી લાકડાના ધોકા, પાઈપ અને છરી લઈને ઉતર્યા હતા કારમાં રાખેલ રોકડ  ૯૦ લાખની લૂંટ ધાડ કરી નાસી ગયા હતા ટંકારા પોલીસે લૂંટ ધાડની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી
જે બનાવની ફરિયાદ નોંધી પોલીસે આરોપી અભી અલગોતર અને અભિજિત ભાર્ગવને ઝડપી લઈને લૂંટમાં ગયેલ પૈકી ૭૨.૫૦ લાખ, બે કાર અને પાંચ મોબાઈલ સહીત કુલ  ૮૧,૫૦,૦૦૦ નો મુદામાલ કબજે લીધો હતો તેમજ અન્ય આરોપીઓના નામો ખુલ્યા હતા ઝડપાયેલા બંને આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા મુખ્ય આરોપી હિતેષ ચાવડા અને અન્ય સહ આરોપી અલ્પેશ રહે સુરત વાળા સાથે સંપર્કમાં રહી લૂંટનો પ્લાન ઘડી અલ્પેશના કહેવાથી ટંકારાના લતીપર રોડ, જબલપુર ગામના પાટિયા નજીક કારખાનું ચલાવતા આરોપી દિગ્વિજય પટેલે લૂંટના ગુનામાં મદદગારી કર્યાનું ખુલતા આરોપી દિગ્વિજય અમરશી ઢેઢી (ઉ.વ.૩૨) રહે લખધીરગઢ તા. ટંકારા વાળાને ઝડપી લીધો છે
આરોપી દિગ્વિજય પટેલ જબલપુર ગામના પાટિયા નજીક બાલાજી કોઈર પ્રોડકટ કારખાનું ચલાવે છે મુખ્ય આરોપી હિતેશ ચાવડા અને અલ્પેશ રહે સુરત વાળા સાથે સંપર્કમાં રહીને લૂંટનો પ્લાન બનાવી દિગ્વિજય પટેલનો સંપર્ક કર્યેા હતો અને તા. ૧૯ ના રોજ અન્ય આરોપીઓને બોલાવી લૂંટનો પ્લાન બનાવી રાજકોટથી મોરબી આવતી આંગડીયા પેઢી કારની રેકી કરવા દિગ્વિજય પટેલને રાજકોટ બેડી ચોકડી પાસે અગાઉથી મોકલી રોકડા પિયા ભરેલ કાર બેડી ચોકડીએ પાસ થયેલ ત્યારે દિગ્વિજય પટેલે માહિતી આપી હતી અને પોતાના કારખાને રહેવા, જમવા અને લૂંટ સમયે ફરિયાદીની કારની રેકી સહિતની તમામ સગવડો આપી મદદગારી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application