સ્ટીલ કિંગ તરીકે જાણીતા પ્રખ્યાત ઉધોગપતિ લક્ષ્મી મિત્તલે હવે બ્રિટન છોડવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, બ્રિટનમાં લેબર પાર્ટીની સરકારે નોન–ડોમ ટેકસ સિસ્ટમ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે લમી મિત્તલ દેશ છોડવાનું વિચારી રહ્યા છે. આ સાથે, તે સ્થળાંતર કરનારા સૌથી ધનિક ઉધોગપતિઓમાંના એક બનશે.
રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, લક્ષ્મી મિત્તલ લગભગ ૩૦ વર્ષથી બ્રિટનમાં રહે છે. તેમણે તેમના નજીકના લોકોને કહ્યું છે કે સરકાર દ્રારા કેટલીક વિદેશી આવક અને નફા માટે કર છૂટનો અતં લાવવાના નિર્ણયને કારણે તેઓ બ્રિટન છોડવાની યોજના બનાવી રહ્યા છે. મિત્તલના એક મિત્રએ જણાવ્યું હતું કે તેઓ અન્ય ઘણા વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યા છે અને આ વર્ષના અતં સુધીમાં નિર્ણય લેશે. જોકે, એવી શકયતા છે કે તે હવે યુકેના કરદાતા રહેશે નહીં.
ગયા વર્ષે સન્ડે ટાઇમ્સની રિચ લિસ્ટમાં તેઓ ૧૪.૯ બિલિયન પાઉન્ડની અંદાજિત સંપત્તિ સાથે સાતમા ક્રમે હતા. તેમની પાસે એશિયા, યુરોપ અને અમેરિકામાં ઘણી ઉચી કિંમતી મિલકતો છે. આમાં લંડનના કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન્સમાં એક હવેલી અને સ્વિસ રિસોર્ટ ટાઉન સેન્ટ મોરિટઝમાં એક ચેલેટનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમનું દુબઈમાં રિયલ એસ્ટેટમાં પણ રોકાણ છે. સ્વ–નિર્મિત અબજોપતિ મિત્તલે, સખત મહેનત અને સમર્પણ દ્રારા, તેમના સ્ટીલ વ્યવસાયને વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક, આર્સેલરમિત્તલમાં પરિવર્તિત કર્યેા. વર્ષ ૨૦૨૧માં સીઈઓ પદ પરથી રાજીનામું આપીને, તેમણે કંપનીની કમાન તેમના પુત્ર આદિત્ય મિત્તલને સોંપી. યારે તેઓ કાર્યકારી અધ્યક્ષ પદ પર રહ્યા. મિત્તલ પરિવાર ૨૪ બિલિયન પાઉન્ડની કંપનીમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. જો મિત્તલ ખરેખર બ્રિટન છોડી દે છે, તો દુબઈ, સ્વિટઝર્લેન્ડ અને ઇટાલી જેવા ઓછા કરવેરાવાળા દેશો પસંદ કરનારા ધનિક લોકોની સંખ્યા વધુ વધશે.
બ્રિટનમાં ૨૨૬ વર્ષથી નોન–ડોમ ટેકસ સિસ્ટમ પ્રચલિત છે. નોન–ડોમ ટેકસ શાસન હેઠળ, બ્રિટનમાં રહેતા લોકો જેમનું કાયમી સરનામું બીજા દેશમાં છે તેમને તેમની વિદેશી આવક પર કર મુકિત મળે છે. ગયા વર્ષે માર્ચમાં, તત્કાલીન બ્રિટિશ નાણામંત્રી જેરેમી હંટે તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. નવા નાણામંત્રી રશેલ રીવ્સે ઓકટોબરના બજેટમાં તેને નાબૂદ કરવાની જાહેરાત પણ કરી હતી. નોન–ડોમ ટેકસ સિસ્ટમના અતં સાથે, લોકોએ હવે વિદેશી આવક પર ભારે કર ચૂકવવો પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech