હળવદમાં લોભામણી જાહેરાતો થકી એક્સપાયરી માલ વેચવાનો ધીકતો ધંધો

  • February 02, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ શહેરમાં ગામડાઓમાંથી મોટા પ્રમાણમાં ખરીદી માટે ગ્રાહકો આવતા હોય છે. અને ગ્રાહકો તારીખ ચકાસણી કરતા નથી. અને આ એક્સપાયરી થઈ ગયેલી કોસ્મેટીક ચીજ વસ્તુઓ તેમજ સાબુ, શેમ્પુ, તેલ, ટૂથપેસ્ટ તેમજ ખાવામાં ઉપયોગ કરી શકાય તેવી ચીજ વસ્તુઓ એક સાથે એક ફ્રી એવી લોભામણી જાહેરાત કરી ગ્રાહકોને આકર્ષિત કરવામાં આવે છે. જેમાં મોટાભાગની ચીજવસ્તુઓ જન આરોગ્ય સાથે ચેડા થાય તેવી બેરોકટોક વેપારીઓ વેચી રહ્યાં હોવાનો બનાવ સામે આવ્યો છે. 
હળવદના સરા રોડના પાછળના રોડે અને વાવની પાછળના ભાગે એક ટ્રેડર્સમાં વેચાણ થતું હોવાનું ગ્રાહકો દ્વારા ફરિયાદો ઉઠી છે. ત્યારે જવાબદાર તંત્ર આળસ ખંખેરી અને આવી દુકાનધારકો સામે ક્યારે કાર્યવાહી કરશે અને કરશે કે કેમ તેવી લોકચર્ચાઓ ઉઠી છે. હાલ તો સોશિયલ મીડિયામાં એકસાથે એક વસ્તુ ફ્રી તેવી લોભામણી જાહેરાત કરી એક્સપાયરી તારીખવાળી વસ્તુઓ કાઢવાનો  વેપારીઓ દ્વારા પ્રયત્ન થઈ રહ્યાં છે. ત્યારે જવાબદાર તંત્ર જાગશે કે કેમ તે જોવાનું રહ્યું.. જ્યારે દુકાનધારક સાથે વાત કરતા તેમણે એક્સપાયરી થઈ ગયેલી ચીજ વસ્તુઓ વેચતા હોવાનું જણાવ્યું હતું અને ગ્રાહકને બીલ વગર લઈ જવા માટે અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application