ઇન્ડોનેશિયા ચૂંટણી: પ્રબોવોની રાષ્ટ્રપતિ પદ માટે નિણર્યિક લીડ

  • February 15, 2024 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડોનેશિયામાં મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધીની ગણતરી મુજબ રક્ષા મંત્રી પ્રબોવો સુબિયાન્ટોએ ઈન્ડોનેશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે તે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી તે જીતી ગયા છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આવતા મહિના સુધી સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવશે નહીં, પરંતુ ચૂંટણી ટ્રેકિંગ એજન્સીઓનો અંદાજ છે કે પ્રબોવોને 55 %થી વધુ મત મળશે. પોલસ્ટર પોલટ્રેકિંગ મુજબ, લગભગ 30% મતોની ગણતરી પૂર્ણ થયા પછી, ગેરીન્દ્રા પાર્ટીના પ્રમુખ પ્રબોવોને 59.53% મત મળી રહ્યા છે. આ રીતે, પ્રબોવો તેના હરીફો અનિસ બાસ્વેદન અને ગંજર પ્રબોઓ પર સારી સરસાઈ જાળવી રાખી છે. ઇન્ડોનેશિયામાં બુધવારે 200 મિલિયનથી વધુ મતદારોએ રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે રાષ્ટ્રપતિ તેમજ નવા સાંસદો માટે મતદાન કર્યું હતું. આ કારણોસર, ઇન્ડોનેશિયાની ચૂંટણીને એક જ દિવસમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી ચૂંટણી માનવામાં આવે છે. બુધવારે અહીં લગભગ 20,000 રાષ્ટ્રીય, પ્રાંતીય અને જિલ્લા સ્તરના જનપ્રતિનિધિઓ માટે ચૂંટણી યોજાઈ હતી. ઇન્ડોનેશિયાના બંધારણ મુજબ, રાષ્ટ્રપતિ પદ જીતવા માટે, સફળ ઉમેદવારને દેશના 38 પ્રાંતોમાં કુલ મતોના 50%થી વધુ અને ઓછામાં ઓછા 20% મત મેળવવાની જરૂર છે. જો આમ ન થાય તો બીજા તબક્કાની ચૂંટણી યોજાશે, જે જૂનમાં યોજાવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News