અમેરિકાના કેલિફોર્નિયામાં એક કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધ ફાયરીંગ થઈ છે. હકીકતમાં, લોસ એન્જલસના સ્થળ પર ચાઇનીઝ લુનર ન્યૂ યર પર એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, તે દરમિયાન ફાયરિંગ થયું હતું જેમાં ઘણા લોકોને ગોળી વાગી હતી. ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવારે રાત્રે બનેલી ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવાલો સંભાળ્યો હતો. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોન્ટેરી પાર્કમાં આયોજિત ચીની નવા વર્ષની ઉજવણીના સ્થળે રાત્રે 10 વાગ્યા પછી ફાયરિંગ થયું હતું. અગાઉ શનિવારે હજારો લોકોએ નવા વર્ષની ઉજવણીમાં ભાગ લીધો હતો. મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલું એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્જલસથી આશરે 7 માઈલ (11 કિમી) દૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech