BREAKING NEWS

રાજકોટમાં કાલે મેરેથોન જેવી સ્વદેશી રન: રેસકોર્સથી પાંચ હજાર સ્પર્ધકો દોટ મુકશે

  • December 27, 2025 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા.૨૮ને રવિવાર રોજ સવારે ૬:૩૦ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી રન યોજાશે, જેનો રૂટ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસેથી શરૂ કરી બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ, જીલ્લા પંચાયત ચોક, ડૉ. યાજ્ઞીક રોડ, ડી.એચ. કોલેજ, મ્યુનિ. કમિશનર બંગ્લો રોડ, ગાર્ડન રોડ, વિરાણી હાઇસ્કુલ, ટાગોર રોડ, હેમુ ગઢવી નાટ્યગૃહ, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ ચોક, કિશાનપરા ચોક, મેયર બંગ્લો અને પોલીસ હેડ ક્વાર્ટર થઇ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે પૂર્ણ થશે જેનું કુલ અંતર પાંચ કિલોમીટર થશે.

સ્વદેશી રનનું ફ્લેગ ઓફ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવેના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. સ્વદેશી રન કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહેશે.

વધુમાં જણાવ્યુ છે કે, જો કોઈ વ્યક્તિ સ્વદેશી રનમાં ભાગ લેવા ઇચ્છુક હોઈ અને કોઈ કારણોસર રજીસ્ટ્રેશન કરાવી ન શક્યા હોઈ તો પણ સ્વદેશી રનમાં ભાગ લઇ શકશે અને સ્થળ પરથી જ રજીસ્ટ્રેશનના ટોકન આપવામાં આવશે અને લક્કી ડ્રો તેમજ એનર્જી ડ્રીંકનો લાભ લઇ શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ અને ભાગ લેનાર દરેક નાગરિક ઇવેન્ટ પૂરી થયા બાદ સર્ટીફીકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. સ્વદેશી રનમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરેલ અને ભાગ લેનાર પાંચ વ્યક્તિઓને લક્કી ડ્રો મારફત પસંદગી પામેલને ઇનામ તરીકે આકર્ષક ભેટ આપવામાં આવશે



સ્વદેશી રનની માહિતી અને નિયમો

(૧) તારીખ: ૨૮-મી ડિસેમ્બર, ૨૦૨૫, રવિવાર

(૨) સમય: સવારે ૦૬:૩૦ કલાકે

(૩) સ્થળ: સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ

(૪) અંતર: પાંચ કિલોમીટર

(૫) રજિસ્ટ્રેશન ફી: નિઃશુલ્ક

(૬) ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત

(૭) સ્પર્ધકે શિસ્તબધ્ધ દોડવાનું રહેશે.

(૮) આ રન સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરેલ હોઇ, અગ્રતાક્રમે આવનારને વિજેતા જાહેર કરવામાં આવશે નહિ.

(૯) સ્વદેશી રનમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરેલ અને ભાગ લેનાર પાંચ વ્યક્તિઓને લક્કી ડ્રો મારફત પસંદગી પામેલને ઇનામ તરીકે આકર્ષક ભેટ આપવામાં આવશે.

(૧૦) સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરેલ પરંતુ ભાગ ન લેનારનું નામ લક્કી ડ્રોમાં જાહેર થાય તો પણ તે વ્યક્તિ ઇનામને પાત્ર રહેશે નહિ.

(૧૧) લક્કી ડ્રોમાં જાહેર થાય ત્યારે જે તે વ્યક્તિ હાજર નહીં હોય તો તેમને બાદ કરી, લક્કી ડ્રો આગળ વધારવામાં આવશે. આમ કુલ પાંચ વ્યક્તિઓને લક્કી ડ્રો માટે પસંદ કરવામાં આવશે.

(૧૨) સ્વદેશી રનમાં બીમાર વ્યક્તિએ ભાગ લેવો હિતાવહ નથી. તેમજ ૧૨ વર્ષથી નીચેના રજીસ્ટ્રેશન કરી શકશે નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application