BREAKING NEWS

ભારતની સમુદ્રી ખાધ નિકાસ યુ.એસ. ડોલર ૮.૪૬ બિલિયન સુધી પહોંચી

  • June 02, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્ર્િવક પડકારો હોવા છતાં ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન ૧૯,૭૨,૦૧૮ મેટિ્રક ટન સમુદ્રી ખાધ પદાર્થેાની નિકાસ કરી, જેનું કુલ મૂલ્ય રૂા.૭૩,૮૯૦.૪૬ કરોડ (યુ.એસ. ડોલર ૮.૪૬ બિલિયન) રહ્યું છે.  મરીન પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમપીઇડીએ)ના અધ્યક્ષ પી. જવાહરના જણાવ્યાનુસાર આ નિકાસ માત્રા અને મૂલ્ય બંને દ્રષ્ટ્રિએ અત્યાર સુધીનો સર્વેાચ્ચ આકં છે. ફ્રોઝન શ્રિમ્પ નિકાસમાં સૌથી મોટું ઉત્પાદન રહ્યું, યારે અમેરિકા અને ચીન ભારતીય સમુદ્રી ખાધના મુખ્ય આયાતકાર તરીકે રહ્યા છે. ફ્રોઝન શ્રિમ્પ સમુદ્રી ખાધ નિકાસમાં અગ્રેસર રહ્યું અને તેમાંથી રૂા. ૪૯,૦૩૭.૯૩ કરોડ (યુ.એસ. ડોલર ૫,૬૨૪.૪૮ મિલિયન)ની આવક થઈ. કુલ નિકાસ માત્રામાં તેનો હિસ્સો ૪૦.૧૯ ટકા રહ્યો, યારે કુલ ડોલર આવકમાં તેનો ફાળો ૬૬.૫૨ ટકા રહ્યો. આ સમયગાળા દરમિયાન શ્રિમ્પ નિકાસમાં પિયા મૂલ્ય મુજબ ૧૩.૧૬ ટકા અને ડોલર મૂલ્ય મુજબ ૮.૬૪ ટકાનો વધારો નોંધાયો. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન કુલ ૭,૯૨,૬૪૭ મેટિ્રક ટન ફ્રોઝન શ્રિમ્પની નિકાસ થઈ. સૌથી મોટું બજાર અમેરિકા રહ્યું, યાં ૨,૫૬,૧૨૮ મેટિ્રક ટન ફ્રોઝન શ્રિમ્પ આયાત થયું. ત્યારબાદ ચીને ૧,૬૯,૫૦૫ મેટિ્રક ટન, યુરોપિયન યુનિયને ૧,૩૫,૫૯૯ મેટિ્રક ટન, દક્ષિણ–પૂર્વ એશિયાએ ૮૩,૮૧૦ મેટિ્રક ટન, જાપાને ૪૦,૭૭૬ મેટિ્રક ટન, મધ્ય પૂર્વે ૩૦,૪૭૮ મેટિ્રક ટન અને અન્ય દેશોએ મળીને ૭૬,૩૫૧ મેટિ્રક ટન આયાત કયુ. એલ. વાનામી અને બ્લેક ટાઇગર શ્રિમ્પની નિકાસમાં માત્રા અને મૂલ્ય બંનેમાં વધારો નોંધાયો. ફ્રોઝન ફિશ નિકાસમાં બીજું સૌથી મોટું ઉત્પાદન રહ્યું, જેમાંથી રૂા.૫,૬૫૮.૩૭ કરોડ (યુ.એસ. ડોલર ૬૪૩.૭૦ મિલિયન)ની આવક થઈ. સુકવેલા સમુદ્રી ખાધ પદાર્થેા ત્રીજા સ્થાને રહ્યા અને તેમાંથી રૂા. ૫,૦૭૯.૦૯ કરોડ (યુ.એસ. ડોલર ૫૭૭.૪૪ મિલિયન)ની આવક થઈ. પિયા મૂલ્ય મુજબ આ શ્રેણીમાં ૭૮.૦૫ ટકાનો સકારાત્મક વૃદ્ધિ દર નોંધાયો. વિદેશી બજારોની દ્રષ્ટ્રિએ અમેરિકા ભારતીય સમુદ્રી ખાધનો સૌથી મોટો આયાતકાર રહ્યો. અમેરિકા દ્રારા રૂા.૨૦,૨૬૩.૨૭ કરોડ (યુ.એસ. ડોલર ૨,૩૨૮.૭૪ મિલિયન) મૂલ્યના અને કુલ ૨,૭૯,૧૯૩ મેટ્રીક ટન સમુદ્રી ખાધની આયાત થઈ. જોકે, અમેરિકા માટેની નિકાસમાં પિયા મૂલ્ય મુજબ ૧૦.૮૨ ટકા, ડોલર મૂલ્ય મુજબ ૧૪.૨૨ ટકા અને માત્રા મુજબ ૧૯.૫૧ ટકાનો ઘટાડો નોંધાયો. અમેરિકાના ભારતીય સમુદ્રી ખાધ આયાતમાં ફ્રોઝન શ્રિમ્પનો હિસ્સો ડોલર મૂલ્ય મુજબ ૯૩.૫૫ ટકા રહ્યો. ચીન માત્રા મુજબ ભારતનું સૌથી મોટું સમુદ્રી ખાધ નિકાસ ગંતવ્ય બન્યું, યાં ૪,૯૦,૩૬૯ મેટ્રીક ટન નિકાસ થઈ, જેનું મૂલ્ય યુ.એસ. ડોલર ૧,૬૧૧.૩૨ મિલિયન રહ્યું. યુરોપિયન યુનિયન ડોલર મૂલ્ય મુજબ ત્રીજા સ્થાને રહ્યું, યાં ૨,૯૭,૫૧૮ મેટ્રીક ટન નિકાસ થઈ અને મૂલ્ય યુ.એસ. ડોલર ૧,૫૯૨.૦૯ મિલિયન રહ્યું. ત્યારબાદ દક્ષિણ–પૂર્વ એશિયા રહ્યું, યાં ૪,૫૧,૭૫૬ મેટ્રીક ટન નિકાસ થઈ અને મૂલ્ય યુ.એસ. ડોલર  ૧,૩૪૮.૯૭ મિલિયન રહ્યું. જાપાન પાંચમો સૌથી મોટો આયાતકાર રહ્યો, યાં ૧,૦૫,૨૨૮ મેટ્રીક ટન નિકાસ થઈ અને મૂલ્ય યુ.એસ. ડોલર ૪૫૨.૯૧ મિલિયન રહ્યું. મધ્ય પૂર્વ છઠ્ઠા સ્થાને રહ્યું, યાં ૭૬,૭૪૩ એમટી નિકાસ થઈ અને મૂલ્ય યુ.એસ. ડોલર  ૨૮૩ મિલિયન રહ્યું. સમુદ્રી ખાધ કાર્ગેા હેન્ડલિંગમાં ટોચના ત્રણ બંદરો વિશાખાપટ્ટણમ (વિઝાગ), જેએનપીટી અને કોચી રહ્યા





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application