અમેરિકામાં ભારતીયોનો દબદબો ! યુએસમાં કામ કરતા ઈન્ડિયન્સ ઉચ્ચ શિક્ષિત : રિપોર્ટ

  • September 24, 2024 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાંથી લાખોની સંખ્યામાં લોકો અમેરિકામાં સ્થાયી થયા છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો નોકરી અને કામ સંબંધે અમેરિકા પણ પહોંચી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશ અમેરિકામાં કામ કરતા ભારતીયો ઉચ્ચ શિક્ષિત છે. તાજેતરમાં એક રિપોર્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકા સ્થિત થિંક ટેન્ક ધ માઈગ્રેશન પોલિસી ઈન્સ્ટિટ્યૂટ (એમપીઆઈ)એ દેશમાં આવતા માઈગ્રન્ટ્સના શિક્ષણ અંગે એક અભ્યાસ હાથ ધર્યો છે. એમપીઆઈ અભ્યાસ મુજબ, અમેરિકામાં શિક્ષિત ઇમિગ્રન્ટ્સનું સૌથી મોટું જૂથ ભારતીય ઇમિગ્રન્ટ્સનું છે. યુ.એસ.માં શિક્ષિત ઇમિગ્રન્ટ્સમાં સામેલ વિશ્વના તમામ દેશોના નાગરિકોમાં 14 % ભાગ એકલા ભારતીયોનો છે.

2022ના ડેટા અનુસાર, અમેરિકામાં 14 મિલિયન શિક્ષિત ઇમિગ્રન્ટ્સ હતા જેમણે કોલેજની ડિગ્રી મેળવી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, 2018 થી 2022 દરમ્યાન અમેરિકા આવનારા 48 ટકા ઇમિગ્રન્ટ્સ પાસે કોલેજની ડિગ્રી હતી.
રિપોર્ટમાં જણાવાયું છે કે, 1.4 કરોડ ઇમિગ્રન્ટ્સમાંથી 20 લાખ અથવા 14% ભારતીય હતા જેમણે ઓછામાં ઓછું સ્નાતક સુધી અભ્યાસ કર્યો હતો. એમપીઆઈ અભ્યાસમાં 25 વર્ષથી વધુ ઉંમરના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોલેજ સુધી ભણેલા ઈમિગ્રન્ટ્સમાં ભારત અને ચીનના નાગરિકો સૌથી આગળ છે. જ્યારે ભારત 14% સાથે પ્રથમ સ્થાને છે, ચીન 8% સાથે બીજા સ્થાને છે. આ બંને દેશો ઈમિગ્રન્ટ્સને કોલેજ શિક્ષણ માટે અમેરિકા મોકલવામાં મોખરે છે. એમપીઆઈના અભ્યાસ પર આધારિત રિપોર્ટમાં જણાવાયું છે કે, 2022માં 68 ટકા કોલેજ-શિક્ષિત ઇમિગ્રન્ટ્સ 55 વર્ષથી ઓછી ઉંમરના હતા. આ આંકડો યુએસમાં જન્મેલા સ્નાતકોની તુલનામાં વધારે છે, કારણ કે, 55 વર્ષથી ઓછી ઉંમરના યુએસ નાગરિકોમાંથી માત્ર 61 ટકા જ કોલેજની ડિગ્રી ધરાવતા હતા.
2022-23માં 11 લાખ લોકો ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા આવ્યા, જેમાંથી 71 ટકા એટલે કે 7,48,000 વિદ્યાર્થીઓ એશિયન હતા. ચીન (290,000) અને ભારત (267,000) મળીને યુ.એસ.માં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application