દુબઈમાં સંપતિ ખરીદનારા અનેકને નોટીસો આપવાની તૈયારી ઇડી કરી રહી છે. ઘણા હાઈ નેટ વર્થ ભારતીય પરિવારો દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટના ઉન્માદમાં ફસાઈ ગયા છે યાં ડેવલપર્સે નજીવા ડાઉન પેમેન્ટ જેવી આકર્ષક ઓફરો આપી હતી અને બાકીની રકમ સમય જતાં ચૂકવવાની હતી. આ પ્રક્રિયામાં ઘણા લોકોએ, અને કેટલાકે અજાણતાં, વિદેશી ચલણ વિનિમય નિયમોનો ભગં કર્યેા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દુબઈની મિલકતોના અનેક ખરીદદારોને નોટિસ જારી કરશે જેથી તપાસ કરી શકાય કે શું તેઓએ વિદેશી વિનિમય કાયદાઓનું ઉલ્લંઘન કયુ છે અને આ ઓફશોર સંપત્તિઓ મેળવવા માટે મની લોન્ડરિંગમાં સંડોવાયેલા છે કે નહીં.
કેન્દ્રીય એજન્સીએ તેના ક્રોતોમાંથી એકત્રિત કરેલી માહિતીને આવકવેરા (આઇ–ટી) વિભાગ અને ભારતીય રિઝર્વ બેંક પાસેથી પ્રા ડેટા સાથે જોડી છે અને આ માહિતીના આધારે તપાસ શ થઈ ગઈ છે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ઇડી એવા કિસ્સાઓમાં મની લોન્ડરિંગ પ્રિવેન્શન એકટ (પીએમએલએ) લાગુ કરશે યાં આઇ–ટી વિભાગ માને છે કે કાળાનાણાં કાયદાનું ઉલ્લંઘન થયું છે. વિદેશી વિનિમય વ્યવસ્થાપન કાયદાનું ઉલ્લંઘન કરવા સમાન વિવિધ વ્યવહારો હોઈ શકે છે: નિકાસની રકમનો ઉપયોગ કરીને ભારતમાં પૈસા પાછા લાવવાને બદલે મિલકતો ખરીદવા; વિદેશમાં મિલકતો ખરીદવા માટે બિન–નિવાસી સંબંધી પાસેથી ભેટ તરીકે મળેલા ભંડોળનું રોકાણ કરવું; રીઝર્વ બેંકની ઉદારકૃત રેમિટન્સ યોજના (એલઆરએસ) હેઠળ સ્થાનિક બેંકોનો ઉપયોગ કરીને વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કરવાને બદલે હવાલા ચેનલ (અથવા વિદેશી ચલણ ટ્રાન્સફર કરવાના અનિયમિત માધ્યમો) નો ઉપયોગ કરીને વિદેશી સંપત્તિઓ પ્રા કરવી વગેરે રસ્તાઓ અપનાવ્ય હોઈ શકે.. એલઆરએસ એક નિવાસી વ્યકિતને વિદેશી સિકયોરિટીઝ અને મિલકતો ખરીદવા માટે વાર્ષિક ૨૫૦,૦૦૦ ડોલરનું રોકાણ કરવાની મંજૂરી આપે છે.
ફેમા નિયમોનું ઉલ્લંઘન ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને બે રીતે થઈ શકે છે,કાં તો વિદેશી એકસચેન્જ પર ખરીદી શકાય છે અથવા યુએઈ ડેવલપરને ચૂકવણી કરવા માટે બ્લોકચેન નેટવર્ક દ્રારા ચુકવવામાં આવે છે, જેમાંથી ઘણા ક્રિપ્ટો સ્વીકારે છે અને દુબઈને ક્રિપ્ટો હબ તરીકે સ્થાન ઘરાવે છે.
કેટલાક ખરીદદારોએ કદાચ ખોટી સલાહને લીધે ફેમાનું ઉલ્લંઘન કરીને એવા સોદા કર્યા હોવાનું માનવામાં આવે છે યાં મિલકત સામે લોન તરીકે નાણાં એકત્ર કરવામાં આવ્યા હોય અને ભાડાની કમાણીમાંથી દેવું ચૂકવવામાં આવે.
સ્પષ્ટ્રપણે, વિદેશી સંપત્તિઓ સંબંધિત ડેટા ઇડી કાર્યાલય સાથે શેર કરવામાં આવ્યો છે જે હવે શંકાસ્પદ લોકો પાસેથી માહિતી માંગશે. ઇડી ને આવકવેરા કાયદાની કલમ ૩૭ અને કલમ ૧૩૩(૬) હેઠળ માહિતી માંગવાની સત્તા આપવામાં આવી છે.
બે મહિના પહેલા આવકવેરા (આઇ–ટી) વિભાગે દુબઈમાં ભારતીયો દ્રારા રાખવામાં આવેલી અઘોષિત સ્થાવર મિલકતો સાથે સંકળાયેલા ૫૦૦ થી વધુ 'કાર્યવાહીપાત્ર' કેસ ઓળખી કાઢા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech