ગાઝામાં ફસાયેલા ભારતીયોને એરલીફ્ટ કરી શકાય તેમ નથી

  • October 20, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હમાસ આતંકવાદી જૂથના ૭ ઓકટોબરના હત્પમલા બાદથી ઇઝરાયેલ સરકાર ગાઝા પર રોકેટના બેરેજ સાથે પાઉન્ડિંગ કરવાનું ચાલુ રાખતી હોવાથી ગાઝા પટ્ટીમાં પરિસ્થિતિ ભારતીયોને બહાર કાઢવા મુશ્કેલ બની ગઈ છેતેમ કેન્દ્ર સરકારે કહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા, અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગાઝામાં લગભગ ચાર ભારતીય નાગરિકો અટવાયેલા છે અને જો ભારતને તક મળશે, તો અમે તેમને બહાર કાઢીશું. આ ગાઝામાં પરિસ્થિતિ કોઈપણ સ્થળાંતર માટે મુશ્કેલ છે પરંતુ જો અમને તક મળશે તો અમે તેમને બહાર કાઢી લઈશું.
તેમણે કહ્યું હતું કે ગાઝામાં લગભગ ચાર ભારતીય નાગરિકો છે...અમારી પાસે ચોક્કસ સંખ્યા નથી અને સંકલન કરી રહ્યા છીએ. વેસ્ટ બેંકમાં ૧૨–૧૩ ભારતીય નાગરિકો છે...ગાઝામાંથી બહાર નીકળવું થોડું મુશ્કેલ છે. ત્યાં કેટલાક છે. અહેવાલો છે કે કેટલાક પહેલેથી જ ત્યાંથી નીકળી ગયા છે, પરંતુ અમે પુષ્ટ્રિની રાહ જોઈશું.


અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, ૧૨૦૦ ભારતીયો ઓપરેશન અજય હેઠળની પાંચ લાઈટસમાં પાછા આવ્યા છે, જેમાં ૧૮ નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે... અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને જરિયાતો અનુસાર અમે આગળની લાઈટસનું આયોજન કરીશું, એમઈએના પ્રવકતાએ ગાઝામાં.કોઈપણ જાનહાનિના અહેવાલોને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે હત્પમલામાં માત્ર એક ભારતીય નાગરિક ઘાયલ થયો છે. કેન્દ્ર શ કરાયેલ ઓપરેશન અજય, ભારતીય સશક્ર દળો દ્રારા ઇઝરાયેલ–હમાસ યુદ્ધ વચ્ચે ભારતીયોને બહાર કાઢવા અને આશરે ૧૮,૦૦૦ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ઇઝરાયલમાંથી ઘરે લાવવાનું ચાલુ મિશન છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application