વિશ્વમાં ભારતીયો ડેટાનું બેકઅપ રાખવામાં સૌથી આગળ: રિપોર્ટ

  • March 27, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યક્તિગત ડેટા લોકો માટે એક મોટી સંપત્તિ બની ગયો છે. આ જ કારણ છે કે લોકો પોતાનો ડેટા સુરક્ષિત રાખવા માટે વિવિધ પગલાં લે છે. હેલ્થ રેકોર્ડથી લઈને નાણાકીય દસ્તાવેજો, વિડિયો અને ફોટા બધા આપણા ડેટાનો ભાગ છે. લોકો ધીમે ધીમે ડેટા બેકઅપની જરૂરિયાતને સમજી રહ્યા છે અને તેની સાથે જોડાઈ પણ રહ્યા છે.


આ સંદર્ભે, વેસ્ટર્ન ડિજિટલે રિસર્ચસ્કેપ સાથે મળીને વૈશ્વિક સંશોધનના પરિણામો જાહેર કર્યા છે. આ સંશોધનમાં દુનિયાભરના લોકોએ ભાગ લીધો છે અને પોતાના ડેટા બેકઅપની ટેવ વિશે માહિતી આપી છે. સંશોધનમાં ભાગ લેનારા 87 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના ડેટાનું આપમેળે અથવા મેન્યુઅલી બેકઅપ લે છે.


તેનો અર્થ એ કે 87 ટકા લોકો કહે છે કે તેઓ તેમના ડેટાનું બેકઅપ રાખે છે. આ બેકઅપ આપમેળે અને મેન્યુઅલી બંને રીતે થાય છે. લોકો કહે છે કે ડેટા બેકઅપ લેવાનું મુખ્ય કારણ મહત્વપૂર્ણ ફાઇલો ખોવાઈ જવાનો ડર છે. તે જ સમયે 67 ટકા લોકો કહે છે કે તેઓ તેમના ડિવાઈસના સ્ટોરેજને ફ્રી રાખવા માટે ડેટા બેકઅપ લે છે.


ડેટા બેકઅપ રાખનારા યુઝર્સની યાદીમાં ભારતીયો ટોચ પર છે. પ્રતિભાવ આપનારા 30 ટકા ભારતીય યુઝર્સે કહ્યું કે તેઓ દરરોજ તેમના ડેટાનો બેકઅપ લે છે. અમેરિકન યુઝર્સ બીજા સ્થાને છે અને યુકેના લોકો ત્રીજા સ્થાને છે. આજે પણ, ભારતમાં મોટી સંખ્યામાં લોકો ડેટા બેકઅપ માટે એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવનો ઉપયોગ કરે છે.


ફ્રાન્સમાં જ્યાં 59 ટકા લોકો એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવનો ઉપયોગ કરે છે. ત્યારે ભારતમાં 54 ટકા લોકો તેનો ઉપયોગ કરે છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો તેમના ડેટાનો બેકઅપ લે છે, તેમ છતાં ડેટા પ્રોટેક્શન પ્રેક્ટિસમાં હજુ પણ મોટો તફાવત છે. સર્વેમાં ભાગ લેનારા 28 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે તેઓ તેમના અંગત ડેટાનું બેકઅપ રાખતા નથી.


આનો અર્થ એ છે કે તેઓ તેમના ડિવાઈસ પર વધુ વિશ્વાસ કરે છે. ડેટા સ્ટોરેજ માટે યુઝર્સે 3-2-1 નિયમનું પાલન કરવું જોઈએ. આનો અર્થ એ છે કે યુઝર્સે તેમના ડેટાની ત્રણ નકલો બનાવવી જોઈએ, જે બે અલગ અલગ મીડિયા ટાઇપ પર સંગ્રહિત હોવી જોઈએ અને એક નકલ ઑફસાઇટ એટલે કે ક્લાઉડ પર સંગ્રહિત થવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application