અમેરિકન ફેડ રેટમાં ૦.૨૫ ટકાના ઘટાડાની જાહેરાત છતાં, ૨૦૨૫માં બે વખત જ વ્યાજદર ઘટાડવાનું વલણ દાખવતાં દુનિયાભરના શેરબજારોમાં સુનામી આવી ગઈ હતી. અમેરિકન શેરબજારોમાં ભારે ઘટાડાને પગલે એશિયન બજારો પણ તૂટા હતા અને ભારતીય શેરબજાર પણ ૧૧૬૦ પોઈન્ટનાકડાકાથી હચમચી ગયું હતું. ૦.૨૫ ટકાના રેટ કટને તો બજારોએ અગાઉથી જ ડિસ્કાઉન્ટ કરી લીધું હતું પણ અગામી વર્ષે ચાર વખતને બદલે બે જ વખત વ્યાજદર ઘટાડવાના સંકેતોને બજારો પચાવી શકયા નહોતા.
ગુવારે ભારતીય શેરબજારમાં પણ અમેરિકન ફેડ રિઝર્વના બે વખત જ રેટ કટ કરવાના નિર્ણયની અસર જોવા મળી રહી છે. સેન્સેકસ ૧૧૦૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો, યારે નિટી ૪૦૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો. જોકે, થોડા સમય બાદ સ્થિતિ થોડી શાંત થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોના ૫.૯૪ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા.
બીએસઈ સેન્સેકસના ટોચના ૩૦ શેરોમાંથી બે સિવાયના તમામ શેરોમાં ઘટાડો છે. ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ ૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. યારે નિટીના ૪૭ શેર દબાણ હેઠળ કારોબાર કરી રહ્યા છે.
અમેરિકન સેન્ટ્રલ બેંકના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી હતી, પરંતુ ૨૦૨૫માં માત્ર બે વખત જ વ્યાજદરમાં ઘટાડો કરવાના તેમના નિર્ણયથી અમેરિકન શેરબજાર અત્યતં નિરાશદેખાઈ હતી. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. બે દિવસ સુધી ચાલેલી ફેડરલ રિઝર્વની બેઠક પછી, ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ, સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં એક–ચતુથાશ ટકાનો ઘટાડો કરવાની અને વ્યાજ દરોને ૪.૫૦ ટકાથી ઘટાડીને ૪.૨૫ ટકા કરવાની જાહેરાત કરી છે. જો કે, ફેડરલ રિઝર્વ નવા વર્ષ ૨૦૨૫માં વ્યાજ દરોમાં ઘટાડો કરવાના વલણને લઈને વધુ સારી રીતે સજાગ દેખાયું હતું
૨૦૨૫માં માત્ર બે વાર વ્યાજ દરમાં ઘટાડો થશે
ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે વર્ષ ૨૦૨૫માં માત્ર બે વાર વ્યાજદરમાં ઘટાડો કરશે. સૌપ્રથમ, ૨૦૨૫માં ૪ રેટ કટની આગાહી કરવામાં આવી રહી હતી. ફેડરલ રિઝર્વે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં આર્થિક ગતિવિધિઓમાં વધારો થયો છે, જો કે સેન્ટ્રલ બેંકનું માનવું છે કે ફુગાવો હજુ પણ વધારે છે. ફેડએ તેના નિવેદનમાં કહ્યું કે, ફુગાવો ૨ ટકાના લય તરફ આગળ વધી ગયો છે પરંતુ તે હજુ પણ ઐંચો છે. અમેરિકામાં તાજેતરના મહિનાઓમાં મોંઘવારી દરમાં વધારો થયા બાદ હવે નવા વર્ષમાં વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે શંકા વ્યકત કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ બેંકે ૨૦૨૫ માટે ફુગાવાના દરનો અંદાજ ૨.૧ ટકાથી વધારીને ૨.૫ ટકા કર્યેા છે. ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજદરમાં એક કવાર્ટર ટકાનો ઘટાડો કર્યેા હશે, પરંતુ ૨૦૨૫માં વ્યાજદરમાં ઘટાડો કરવાના કેન્દ્રીય બેંકના વલણથી અમેરિકન શેરબજાર નિરાશ છે. ડાઉ જોન્સ ૧૧૦૦ પોઈન્ટ તૂટો. એસએન્ડપી ૩ ટકા અને નાસ્ડેક ૩.૩ ટકા ઘટો હતો.
ભારતીય બજારમાં કેમ છે નિરાશા?
વ્યાજદરમાં ફેડનો કાપ અંદાજ મુજબ છે પરંતુ ૨૦૨૫માં ૪ને બદલે ૨ કટ ચોક્કસપણે નિરાશાજનક હશે. વધુ રેટ કટ હોત તો ભારત જેવા ઊભરતાં બજારોમાં રોકાણમાં વધારો થવાની શકયતાઓ હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા માટે આ ચોક્કસપણે એક મહત્વપૂર્ણ સંકેત છે. ફુગાવો લયાંક કરતાં વધુ હોવા છતાં, ફેડરલ રિઝર્વ અર્થતંત્રને વેગ આપવા માટે વ્યાજ દરોમાં ઘટાડો કરી રહ્યું છે. યારે આરબીઆઈ આ અંગે વધુ સતર્ક છે. આરબીઆઈના નવા ગવર્નરના આગમન પછી અને નવેમ્બરમાં ફુગાવાના દરમાં ઘટાડો અને આગામી મહિનાઓમાં વધુ રાહત પછી, આરબીઆઈ હવે ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી આરબીઆઈની નાણાકીય નીતિમાં વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech