પેરિસ ઓલિમ્પિકનો ત્રીજો દિવસ ખૂબ જ રોમાંચક રહેશે. આજે ભારતની પુરુષ હોકી ટીમ તેની ગ્રુપ મેચમાં આર્જેન્ટિના સામે ટકરાશે. એટલું જ નહીં પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે રાઇફલ શૂટર્સ રમિતા જિંદાલ અને અર્જુન બબુતા પાસેથી પણ મેડલની અપેક્ષા છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણયએ જર્મન ખેલાડી સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. તેણે ફેબિયન રોથને 21-18 અને 21-12થી હરાવ્યો હતો.
રાઇફલ શૂટર્સ રમિતા જિંદાલ અને અર્જુન બાબુતાએ પણ અનુક્રમે મહિલાઓની 10 મીટર એર રાઇફલ અને પુરુષોની 10 મીટર એર રાઇફલની ફાઇનલમાં સ્થાન બનાવીને મેડલની આશા વધારી. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના 15 શૂટર્સમાંથી માત્ર 10 મીટર એર પિસ્તોલ શૂટર સૌરભ ચૌધરી જ ફાઇનલમાં પહોંચી શક્યો હતો. પેરિસમાં લંડન ઓલિમ્પિક 2012માં બ્રોન્ઝ જીત્યા બાદ શૂટિંગમાં ભારતના ટીમ ચીફ ગગન નારંગનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે.
પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે હરિયાણાના ઝજ્જરની રહેવાસી 22 વર્ષીય મનુએ આઠ શૂટર્સની ફાઇનલમાં 221.7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે આ પછી ભારત પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે વધુ બે મેડલ મેળવી શકે છે. રમિતા જિંદાલ અને અર્જુન બબુતા ભારતનું સપ્નું પૂરું કરી શકે છે. શનિવારે રમિતા અને બબુતાની ટીમે પાંચમા સ્થાને રહીને મહિલાઓની 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં ક્વોલિફાય કર્યું. જયારે ઈલાવેનિલ વાલારિવાને 630.7 પોઈન્ટ બનાવ્યા અને 10માં સ્થાને રહીને આઠ શૂટર્સની ફાઇનલમાં જગ્યા ગુમાવી દીધી.
મનુએ મેડલ જીત્યા બાદ ટેબલમાં ભારત 22માં સ્થાને
28 જુલાઈના રોજ, મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. તેના બ્રોન્ઝ મેડલને કારણે ભારત ઓલિમ્પિક 2024ની મેડલ ટેલીમાં 22મા સ્થાને પહોંચી ગયું છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. તેણીએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો. ઉપરાંત, ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. કોરિયન ખેલાડીઓ ઓ યે જીને ગોલ્ડ (243.2 પોઈન્ટ) અને કિમ યેજી (241.3)એ સિલ્વર મેડલ જીત્યો હતો. હવે આજે અર્જુન બાબુતા અને રમિતા જિંદાલ પણ શૂટિંગ ફાઇનલમાં મેડલ જીતે તેવી અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech