WT20 WC: ખિતાબના દુકાળને દૂર કરવા ઉતરશે ભારતીય દીકરીઓ, પ્રથમ ટક્કર ન્યુઝીલેન્ડ સાથે

  • October 02, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટૂર્નામેન્ટની શરૂઆત ગુરુવારે શારજાહમાં યોજાનારી બે મેચોથી થશે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે અને બીજી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. 10 ટીમો વચ્ચે રમાતી આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર હશે. આ વખતે હરમનપ્રીતની ટીમ માટે સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયાને પછાડવાનો છે.


ભારતીય ટીમ અત્યાર સુધી 2020માં માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી હતી અને અહીં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભારતીય ટીમ ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. મહિલા T20 વર્લ્ડ કપ શરૂઆતમાં બાંગ્લાદેશમાં યોજાવાનો હતો, પરંતુ શેખ હસીના સરકારને ઉથલાવી નાખ્યા બાદ સર્જાયેલી રાજકીય સ્થિરતાને કારણે ICCએ ટૂર્નામેન્ટ UAEમાં યોજવાનું નક્કી કર્યું.


બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ પ્રથમ મેચમાં સામસામે ટકરાશે

ટૂર્નામેન્ટની શરૂઆત ગુરુવારે શારજાહમાં યોજાનારી બે મેચોથી થશે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે અને બીજી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. 10 ટીમો વચ્ચે રમાતી આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર હશે. અત્યાર સુધીમાં આ સ્પર્ધા નવ વખત આયોજિત કરવામાં આવી છે જેમાં ઓસ્ટ્રેલિયાએ છ વખત ખિતાબ જીત્યો છે.


ભારત માટે અનુકૂળ પરિસ્થિતિઓ

અહીંની સ્થિતિ ભારતીય ટીમ માટે અનુકૂળ હોઈ શકે છે. બેટિંગ વિભાગમાં ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના પર જવાબદારી રહેશે જ્યારે હરમનપ્રીત અને રિચા ઘોષે મિડલ ઓવરો અને ડેથ ઓવર્સમાં પોતાની ભૂમિકા ભજવવી પડશે. હરમનપ્રીત 2018થી ટીમનું નેતૃત્વ કરી રહી છે અને આ વખતે તેના પર દબાણ રહેશે કારણ કે જો ટીમ નિષ્ફળ જશે તો તેણે તેની કેપ્ટનશિપ ગુમાવવી પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application