પાકિસ્તાનની જેલમાં ભારતીય માચ્છીમારે કરી આત્મહત્યા

  • March 27, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પાકિસ્તાનની જેલમાં ભારતીય માચ્છીમારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. દોરડા વડે બેરેકમાં જ ગળાફાંસો ખાઇ લેતા ભારે ચકચાર જાગી છે અને ફેબ્રુઆરી ૨૦૨૨માં તેની ધરપકડ થઇ હોવાનું જાણવા મળ્યુ છે.
જેલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, બુધવારે કરાચીના માલિર વિસ્તારમાં આવોલી જેલમાં  એક ભારતીય માચ્છીમારનું આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું.
ભારતીય માછીમારોને ગેરકાયદેસર માછીમારી માટે વારંવાર અટકાયતમાં લેવામાં આવે છે. કારણકે કેટલાક સ્થળોએ દરિયાઇ સીમા નબળી રીતે ચિહ્નિત કરવામાં આવી છે અને ઘણી બોટોમાં તેમનું ચોકકસ સ્થાન નકકી કરવાની ટેકનોલોજીનો અભાવ છે.
માલિર જેલના અધિક્ષક અરશદ હુસૈને જણાવ્યું હતુ કે ૫૨ વર્ષીય ગૌરવ રામ આનંદે જેલના બેરેકના બાથ‚મમાં દોરડા વડે ફાંસી લગાવી હતી.
‘બેરેકમાં, બધા ભારતીય કેદીઓ બંધ છે’ હુસૈને કહ્યું ‘તે (માચ્છીમાર) મંગળવારે રાત્રે વોશ‚મ ગયો અને પોતાનું જીવન સમાપ્ત કરી દીધું.’
જેલરે ઉમેર્યુ કે ફરજ પરના ડોકટરે કેદીની તપાસ કરી અને તેને ૨:૨૦ વાગ્યે મૃત જાહેર કર્યો. ત્યારબાદ, એક મેજિસ્ટ્રેટે તપાસ હાથ ધરી અને આદેશ આપ્યો કે કાનૂની ઔપચારિકતાઓ અને વધુ આદેશો પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃતદેહને સોહરાબ ગોથ ખાતે એધી ફાઉન્ડેશનના કોલ્ડ સ્ટોરેજ સુવિધામાં રાખવામાં આવે.
મૃતકને ફેબ્રુઆરી ૨૦૨૨માં ડોકસ પોલીસે ધરપકડ કરી હતી અને તે મહિનાના અંતમાં પશ્ર્ચિમ કરાંચી મેજિસ્ટ્રટ દ્વારા માલિરમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. 
ગયા મહિને, ૨૨ ફેબ્રુઆરીના રોજ માલીર જેલમાંથી મુકત કરાયેલા ૨૨ જેટલા ભારતીય માચ્છીમારોને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. 
પાકિસ્તાનના  પ્રાદેશિક પાણીમાં અજાણતા પ્રવેશ કરવા બદલ સજા પૂર્ણ કર્યા બાદ માચ્છીમારોને મુકત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application