ભારતના ડૉક્ટર અને પાકિસ્તાની દર્દી, શ્રીલંકામાં આંખના ઓપરેશન બાદ આંખોની દ્રષ્ટિ ફરી મળી

  • September 30, 2024 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાગલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો સતત બગડી રહ્યા છે. બંને દેશો વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ યથાવત છે. તેનું સૌથી મોટું કારણ પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. જોકે બંને દેશોના નાગરિકો વચ્ચે સમયાંતરે કેટલાક સૌહાર્દપૂર્ણ સંબંધો પણ જોવા મળ્યા છે. મુંબઈના એક આંખના સર્જને આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાની આંખની હોસ્પિટલમાં લાહોરના એક અંધ વ્યક્તિનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું.


આ અસાધારણ સંજોગો ત્યારે સર્જાયા જ્યારે એક પાકિસ્તાની દર્દીને ચાર મહિનાના ફોલો-અપ છતાં ભારતીય મેડિકલ વિઝા ન મળી શક્યો. આ પછી મુંબઈના આંખના સર્જન ડૉ. કુરેશ મસ્કતીએ પાકિસ્તાની નાગરિકની સારવાર કરી. તેમને જણાવ્યું હતું કે, મારે એક કોન્ફરન્સ માટે કોલંબો જવાનું હતું, તેથી મેં શ્રીલંકાની મેડિકલ કાઉન્સિલને દર્દીના ઓપરેશન માટે લાયસન્સ માંગ્યું અને તેઓ સંમત થયા, ડૉ. મસ્કતીએ કહ્યું, તેમણે સ્થાનિક આંખના સર્જન ડૉ. કુસુમ રથનાયકેની મદદથી 13 સપ્ટેમ્બરે કોલંબોમાં ઓપરેશન કર્યું હતું.


દર્દી તેના ઓપરેશન બાદ તે ચાર વર્ષમાં પ્રથમ વખત તેની સાત વર્ષની પુત્રી સહિત તેના પરિવારને જોઈ શક્યો હતો. દર્દીએ કહ્યું, એટિક સાફ કરતી વખતે આલ્કલાઇન સોલ્યુશનની બોટલ ફાટી ગઈ અને તેનું પાણી મારા માથા અને ચહેરા પર પડ્યું હતું. તેના કારણે જમણી આંખ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. નિષ્ણાતોએ તેની ડાબી આંખ પર બે વાર કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. પરંતુ બંને પ્રયાસો નિષ્ફળ ગયા હતા.

તેમની એકમાત્ર આશા કૃત્રિમ કોર્નિયા હોવાથી તેના સ્થાનિક ડૉક્ટરે સંપર્ક કર્યો હતો. ડૉ. મસ્કતીએ કહ્યું, તે એક કોન્ફરન્સ માટે પાકિસ્તાનમાં હતો જ્યારે તે દર્દીને મળ્યો અને સમજાયું કે કૃત્રિમ કોર્નિયા કામ કરશે. ઓપરેશનના 48 કલાકની અંદર દર્દીને આંશિક દ્રષ્ટિ ફરી મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application