રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં એક પછી એક નવા ધડાકા થવા માંડયા છે. આ ગેમઝોન સ્થાનીક ઉચ્ચ અધિકારીઓથી લઈ પદાધિકારીઓ, મહાનુભાવો જતા હતાની વાતો તો બહાર આવી હતી પરંતુ ગેમઝોન ભારતીય ક્રિકેટરોએ પણ દોઢ વર્ષ પહેલા ધુબાકા લગાવ્યા હતાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.
ગેરકાયદે ટીઆરપી ગેમઝોન ૨૭ માનવ જીંદગીઓને હડપ કરી જતાં ભારે ચર્ચામાં આવી છે. એ પહેલા ગેમઝોન અનેકનો માનીતો ગેમઝોન હતો. જેમાં ક્રિકેટરો પણ બાકાત રહી શકયા નથી. આ ગેમઝોનમાં પુર્વ મ્યુનિ. કમિશનર અરોરા, કલેકટર અણ મહેશ બાબુ, પુર્વ ડીસીપી બલરામ મીણા સહિતના જઈ આવ્યા હતા અને તેના ફોટા વાયરલ થયા હતા. આ ઉપરાંત અનેક એવા મોટામાથા હતા કે, ગેમઝોનમાં સમયાંતરે મુલાકાત લેતા હતા અને મોજ માણતા હતા. આગની ઘટના બાદ હજુ તો આ ગેરકાયદે ગેમઝોનમાં ગયેલા ઉચ્ચ અધિકારીઓની ચર્ચા અને તપાસ ચાલી રહી છે. એવામાં આ ગેમઝોનમાં ક્રિકેટરો પણ મુલાકાતે ગયા હતાનો વીડિયો વાયરલ થયો છે.
ટીઆરપી ગેમઝોન ઈસ્ટાના એકાઉન્ટમાં ઓકટોબર-૨૦૨૨ના સમયગાળામાં આ વીડિયોમાં ભારતીય પાંચથી છ ક્રિકેટરો આ ગેમઝોનમાં મજા-મસ્તી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ક્રિકેટરો એકબીજાને પકડીને જંપીંગ કરે છે તો ત્યાર બાદ પડતું મુકતા હોય અને કુશન જેવી વસ્તુઓના ઘા કરતા હોય તેવો વીડિયો છે. જો કે, આ વાયરલ વીડિયો કોનો છો ? કયા ક્રિકેટરનો છે ? તે બાબતે આજકાલ અખબાર કોઈ પુષ્ટી કરતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech