પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા તીરંદાજી ટીમે ક્વાર્ટર ફાઈલમાં મેળવ્યું સ્થાન

  • July 25, 2024 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



​​​​​​​ભારતે મહિલા તીરંદાજી ટીમ ઈવેન્ટની સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. અંકિતા ભક્ત, ભજન કૌર અને દીપિકા કુમારીની ત્રિપુટી રેન્કિંગ રાઉન્ડ ઈવેન્ટમાં ચોથા સ્થાને રહી હતી. અંકિતા 11મા ક્રમે, ભજન અને દીપિકા અનુક્રમે 22મા અને 23મા ક્રમે રહી. ટીમ ઈન્ડિયાએ 21 બુલ્સ આઈ સાથે 1983 પોઈન્ટ બનાવ્યા. કોરિયા 2046 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે ચીન અને મેક્સિકો અનુક્રમે 1996 અને 1986 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે.


તીરંદાજીના ક્વોલિફિકેશન અને રેન્કિંગ રાઉન્ડમાં ભારતની ત્રણ તીરંદાજો દીપિકા કુમારી, અંકિતા ભક્ત અને ભજન કૌરે આજે મહિલા તીરંદાજી રેન્કિંગ રાઉન્ડમાં મેદાન માર્યું હતું. અંકિતા તેના સિઝનના શ્રેષ્ઠ સ્કોર 666 સાથે 11મા સ્થાને રહી, જ્યારે ભજન 659ના સ્કોર સાથે 22મા અને દીપિકા 658ના સ્કોર સાથે 23મા સ્થાને રહી.

સિહ્યોને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો


કોરિયાની સિહ્યોન 694ના સ્કોર સાથે પ્રથમ અને સુહ્યોન નામ 688ના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. ચીનની જિયાઓલી યાંગ 673ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. સિહ્યોને 694નો સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા મહિલાઓ માટે ક્વોલિફાય કરવાનો વર્લ્ડ રેકોર્ડ 692નો હતો. પુરૂષોની ક્વોલિફાઈંગનો વિશ્વ રેકોર્ડ 702 છે.

અંકિતાએ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું


અંકિતા ભક્તે પ્રથમ રાઉન્ડમાં ભારત માટે બુલ્સ આઈ પર નિશાન લગાવ્યું હતું. જ્યારે બીજા રાઉન્ડમાં અંકિતાએ 12 એરો શોટ દરમિયાન કુલ 3 બુલ્સ આઈ ફટકારી હતી અને દીપિકાની ખરાબ શરૂઆતથી તે પરેશાન હતી અને તેણીને પ્રથમ બુલ્સ આઈ મેળવવામાં ત્રીજા રાઉન્ડ સુધીનો સમય લાગ્યો હતો. ફાઇનલમાં મેક્સિકોએ ભારતને 3 પોઇન્ટથી હરાવ્યું, અંકિતાએ 666 પોઇન્ટ મેળવ્યા. ભજનએ 659 પોઈન્ટ્સ મેળવ્યા, જ્યારે દીપિકાએ 658 માર્ક્સ મેળવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application