ભારતીય વિદ્યાર્થિનીનું સ્વીડનમાં મોત, પરિવારનો હત્યાનો આરોપ

  • October 16, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય વિધાર્થીનીનું સ્વીડનમાં રહસ્યમય મોત નીપયું છે,મૃતક વિધાર્થીનીનું નામ રોશની દાસ છે. તેના પરિવારનો આરોપ છે કે રોશનીની સ્વીડનમાં હત્યા કરવામાં આવી હતી. રોશની તે વિસ્તારમાં જીનિયસ તરીકે જાણીતી હતી. રોશનીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનો અને આજુબાજુના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સ્વીડિશ એમ્બેસીથી ભારતીય દૂતાવાસમાં સમાચાર આવ્યા બાદ પોલીસે પરિવારને રોશનીના સમાચારની જાણકારી આપી હતી. રોશની દાસના પરિવારજનોએ જણાવ્યું કે, તેઓએ રોશની સાથે છેલ્લે ૨૯ સપ્ટેમ્બરે વાત કરી હતી.
આ પછી રોશનીના મૃત્યુના સમાચાર આવ્યા હતા. રોશનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે. રોશનીના પરિવારે એવો પણ દાવો કર્યેા છે કે સ્વીડનમાં એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.સ્વીડનમાં વેસ્ટ બંગાળની એક તેજસ્વી વિધાર્થીના રહસ્યમય મોતના સમાચાર સામે આવ્યા છે. દુર્ગાપુરની રહેવાસી વિધાર્થી સ્વીડનની એક યુનિવર્સિટીમાં રિસર્ચ કરી રહી હતી. તેના મૃતદેહને ભારત દેશમાં પરત લાવવાની પણ માંગ કરવામાં આવી છે.

કલિંગા યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજીની વિધાર્થીની હતી
રોશની તે વિસ્તારમાં જીનિયસ તરીકે જાણીતી હતી. રોશનીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનો અને આજુબાજુના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. રોશની સ્વીડનની કલિંગા યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજીની વિધાર્થીની હતી. બાદમાં તે સંશોધન માટે સ્વીડન ગઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application