અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળની બહાદુરી ફરી જોવા મળી. ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં બે જહાજોને ચાંચિયાઓથી બચાવ્યા છે. આટલું જ નહીં, નેવીએ એક જહાજમાંથી ૧૯ પાકિસ્તાનીઓને અને બીજા જહાજમાંથી ૧૭ ક્રૂ મેમ્બરને પણ બચાવ્યા છે.
પ્રા માહિતી અનુસાર, નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ સૌથી પહેલા ઈરાની જહાજ એફબી ઈરાનને હાઈજેક થતા બચાવ્યું હતું. આ પછી અરબી સમુદ્રમાં જ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને અલ નૈમી નામના જહાજને સોમાલિયાના ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ ભાગ લીધો હતો. આઈએનએસ સુમિત્રાએ બીજું સફળ એન્ટી–પાયરસી ઓપરેશન કયુ. આ ઓપરેશનમાં ક્રૂના ૧૯ સભ્યો અને જહાજને સશક્ર સોમાલી ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યા હતા.
ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ ઘટનાનો ખુલાસો કરતા કહ્યું હતું કે, માહિતી મળતા જ ભારતીય નૌકાદળ એકશનમાં આવી ગયું હતું. ઈરાની માછીમારી જહાજ ઈમાનમાંથી ખતરાનો અલાર્મ વાગતાની સાથે જ એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો. સુમિત્રાએ તરત જ તેની ઝડપ વધારી અને તે ઈમાનને સોમાલીયન ચાંચિયાઓએ યાં પકડી લીધું હતું ત્યાં પહોંચ્યું ત્યારે ક્રૂ મેમ્બર્સને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય નેવીએ તમામ ૧૭ ક્રૂ મેમ્બર્સને બચાવ્યા હતા. ત્યારબાદ ભારતીય નૌકાદળે આજે દરિયામાં ૧૯ પાકિસ્તાની ખલાસીઓને સોમાલી ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા હતા. નૌકાદળે મેસેજ મળતા જ તરત જ કાર્યવાહી કરી અને પાકિસ્તાની નાગરિકોને બચાવી લીધા હતા. એક ભારતીય સંરક્ષણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ કોચીના દરિયાકાંઠેથી લગભગ ૮૦૦ નોટિકલ માઈલ દૂર પૂર્વી સોમાલિયા નજીક ચાંચિયાઓ દ્રારા હાઇજેક કરાયેલા ફિશિંગ જહાજ 'અલ નૈમી' અને તેના ક્રૂને બચાવ્યા હતા. ભારતીય નૌકાદળે ૨૪ કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું છે.
આ મિશનએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં એન્ટી–પાયરસી અને દરિયાઈ સુરક્ષા અભિયાન પર ભારતીય નૌકાદળના જહાજોને તૈનાત કર્યા, જે દરિયામાં તમામ જહાજો અને ખલાસીઓની સલામતી અને સુરક્ષા પ્રત્યે ભારતીય નૌકાદળના સંકલ્પનું પ્રતીક છે. તાજેતરનો આ હત્પમલો લાલ સમુદ્ર અને અન્ય મહત્વપૂર્ણ વેપાર માર્ગેા પર માલવાહક જહાજો અને ઈરાન સમર્થિત હત્પતી બળવાખોરો દ્રારા શ્રેણીબદ્ધ હત્પમલાઓની વચ્ચે થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech